અયોધ્યાને એનએસજીનું હબ બનાવશે બ્લેક કેટ કમાન્ડો ગોઠવવામાં આવશે

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
અયોધ્યાને એનએસજીનું હબ બનાવશે બ્લેક કેટ કમાન્ડો ગોઠવવામાં આવશે 1 - image


- નેશનલ સિક્યોરિટી ગાર્ડ કાયમી ધોરણે ધામા નાખશે

- રામમંદિર એનએસજી સિક્યોરિટીનું કવચ મેળવનારું દેશનું પ્રથમ મંદિર બનશે, અયોધ્યા કિલ્લામાં ફેરવાશે

નવી દિલ્હી : ભગવાનશ્રીરામનું શહેર અયોધ્ય હવે એનએસજી કમાન્ડોનું હબ બનશ. આતંકવાદના ભય અને તેમનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. એનએસજીના બ્લેક કેટ કમાન્ડો અયોધ્યામાં બનનારા એનએસજી હબમાં ગોઠવાયેલા હશે. એનએસજીને અયોધ્યામાં આતંકવાદ વિરોધી અને અપહરણ વિરોધી અભિયાનોની ખાસ જવાબદારી સોંપવામાં આવશે. 

સરકાર અયોધ્યામાં એનએસજી હબ બનાવવાની દિશામાં ઝડપથી કાર્ય કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામમંદિરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવાની તૈયારી ચાલી રહી છે. આ સંજોગોમાં હવે એનએસજી યુનિટ અયોધ્યામાં તૈયાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ અયોધ્યાની સુરક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા બ્લેક કેટ કમાન્ડો ગોઠવવામાં આવશે. આમ રામમંદિર એનએસજી સિક્યોરિટી કવચ મેળવનારુ દેશનું પ્રથમ મંદિર બનશે. 

ઉલ્લેખનીય છે કે રામમંદિરની સલામતી માટે ગોઠવવામાં આવેલી પીએસીના જવાનોની ટીમને દર બે મહિને બદલવામાં આવે છે. રામમંદિરની સુરક્ષામાં પીએસીની આઠ કંપનીઓ યુપી એસએસએફને આપવામાં આવી છે. એટીએસ યુનિટની સંખ્યા પણ અયોધ્યામાં હાજર હોય છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ હાલમાં વીઆઇપી સુરક્ષામાં ગોઠવાયેલા એનએસજીની વીઆઇપી સિક્યોરિટી યુનિટ પાસેથી આ જવાબદારી સંપૂર્ણપણે પરત લઈને તેને સીઆરપીએફની વીઆઇપી સિક્યોરિટી યુનિટને સોંપવાની તૈયારી ચાલી રહી છે.

પાર્લામેન્ટની સિક્યોરિટી ડયુટીમાંથી મુક્ત થયા પછી સીઆરપીએફના પાર્લામેન્ટ ડયુટી ગુ્રપને હવે વીઆઇપી સુરક્ષામાં લગાવી શકાય છે. એનએસજી હાલમાં નવ વીઆઈપીઓને સલામતી પૂરી પાડી રહી છે. એનએસજીની વીઆઇપી સિક્યોરિટી યુનિટની ડયુટી સ્પેશ્યલ રેન્જર ગુ્રપની ડયુટી સંપૂર્ણપણે સીઆરપીએફની વીઆઇપી સિક્યોરિટી એકમને સોંપવાનો પ્લાન છે. એનએસજીને તેનું કામ એટલે કે આતંકવાદ વિરોધી અને અપહરણ વિરોધી અભિયાનો સોંપવામાં આવશે, જેને તે સારી રીતે કરે છે. 


Google NewsGoogle News