Get The App

અયોધ્યા જળમગ્ન : બેદરકારી બદલ છ અધિકારીઓ સસ્પેન્ડ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
અયોધ્યા જળમગ્ન : બેદરકારી બદલ છ અધિકારીઓ સસ્પેન્ડ 1 - image


- ફૈઝાબાદના સપા સાંસદની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ

- 14 કિમી લાંબા રામ પથના નિર્માણ અને સડક નીચે ગટર લાઇનના નિર્માણમાં મોટા પાયે બેદરકારી

અયોધ્યા : ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં ૧૪ કિમી લાંબા રામ પથના નિર્માણ અને સડક નીચે ગટર લાઇનના નિર્માણમાં મોટા પાયે બેદરકારી દાખવવાના આરોપમાીં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્યુડી) અને ઉત્તર પ્રદેશ જળ નિગમના છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

આ દરમિયાન ફૈઝાબાદથી નવા ચૂંટાયેલા લોકસભા સાંસદ અવધેશ પ્રસાદે અયોધ્યામાં ૧૪ કિમી લાંબા રામપથના નિર્માણ અને સડકની નીચે ગટર લાઇનના નિર્માણમાં ભારે બેદરકારી દાખવવા બદલ ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી છે.

અયોધ્યામાં શનિવાર અને મંગળવારની રાત પડેલા વરસાદમાં રામપથના કિનારે આવેલ લગભગ ૧૫ શેરીઓ અને સડકો પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. રામપથના કિનારે આવેલા ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું હતું. રામપથનો ૧૪ કિમી લાંબો માર્ગના એક ડઝનથી વધુ વિસ્તારોમાં જમીન ધસી પડી હતી.

ઉલ્લેખનીય છે કે શનિવારે અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટી જિલ્લા પ્રમુખ પારસનાથ યાદવ તથા તેમની ટીમે રામ પથ અને અયોધ્યાના અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.

આ ટીમે શ્રીરામ હોસ્પિટલની પણ મુલાકાત હતી. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં  પણ પાણી ભરાયા હતાં. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રસાદે જણાવ્યું હતું કે કેટલા લોકો જવાબદાર છે, કોણ જવાબદાર છે આ તમામ વસ્તુઓે સ્પષ્ટ થવી જોઇએ. કેટલાક લોકો સામે કાર્યવાહી કરવી પૂરતું નથી. રામ પથ નિર્માણમાં થયેલી અનિયમિતતા ઘણા લોકોની સંડોવણી હોવાની સંભાવના છે.


Google NewsGoogle News