Watch : અયોધ્યામાં લેસર-લાઈટ શોના અદભુત ફોટો-વીડિયો આવ્યા સામે, જોઈને ગદગદિત થઈ જશો
Laser and Light Show in Ayodhya : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દિવાળીને લઈને ખાસ ઉત્સાહ નજરે આવી રહ્યો છે. અહીંના ઘાટોને દીવડાથી ઝગમગ કરાયો છે અને કેટલાક રંગારંગ કાર્યક્રમ પણ થઈ રહ્યા છે. આ વચ્ચે સરયૂ ઘાટ પર લેસર અને લાઈટ શો પણ ચાલી રહ્યો છે, જે દર્શકોનું મન મોહી રહ્યો છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારે, ઘાટને દીવડા અને રંગબેરંગી લાઈટિંગ, સાઉન્ડ શોના માધ્યમથી રામલીલાનું વર્ણન કરાઈ રહ્યું છે.
જુઓ અયોધ્યામાં દીપોત્સવની તસવીરો
દેશભરમાં દિવાળીની ઉજવણી
દેશમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહી છે. 31 ઓક્ટોબરે દિવાળી છે, જેમાં 30 ઓક્ટોબરે દેશમાં છોટી દિવાલી (કાલી ચૌદશ) મનાવાઈ રહી છે. ત્યારે અયોધ્યામાં 8માં દીપોત્સવ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેને ધ્યાને રાખીને અયોધ્યાની સરયૂ નદીના ઘાટ પર 25 લાખ દીવડા પ્રજ્વલિત કરાયા છે.
આ એક વર્લ્ડ રેકોર્ડ છે, જ્યારે કોઈ ઘાટ પર 25 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હોય. જેના માટે સ્થાનિક કારીગરોથી 28 લાખ દીવડા મંગાવવામાં આવ્યા હતા, જેથી જો કોઈ કારણે 10 ટકા ખરાબ પણ હોય છે તો પણ 25 લાખ દીવડા પ્રજ્વલિત કરી શકાય. તો આ સાથે અયોધ્યામાં આતશબાજી અને ડ્રોન શો પણ કરાયો.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
અયોધ્યા દીપોત્સવ 2024 દરમિયાન એકસાથે 1121 લોકો દ્વારા એક સાથે આરતી કરવાનો અને 25 લાખ 12 હજાર 585 દીવડા એક સાથે પ્રગટાવવા પર ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણ મેળવ્યું છે.