શ્રીરામલલાના લલાટ પર કઈ રીતે થશે સૂર્યતિલક? મંદિરના ત્રીજા માળ પર મુકાયું છે આ ખાસ યંત્ર

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
શ્રીરામલલાના લલાટ પર કઈ રીતે થશે સૂર્યતિલક? મંદિરના ત્રીજા માળ પર મુકાયું છે આ ખાસ યંત્ર 1 - image


Image Source: Twitter

Ayodhya, Ramlala Surya Tilak: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની બાલ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી ભક્તો પોતાના આરાધ્યના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. 500 વર્ષો બાદ રામલલા 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા છે. ત્યારથી લાખોની સંખ્યામાં ભક્તો તેમના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે હવે ભક્તો રામ નવમીના દિવસે વધુ એક અદ્ભૂત ઘટનાના સાક્ષી બનશે. અહીં સૂર્યવંશી ભગવાન રામના લલાટ પર સ્વયં સૂર્યદેવ તિલક કરશે. તેના માટે વૈજ્ઞાનિકોએ એક ખાસ યંત્ર તૈયાર કર્યું છે. આ યંત્રને મંદિરના ત્રીજા માળ પર મૂકવામાં આવ્યું છે. રામજન્મોત્સવના દિવસે 12:00 વાગ્યે સૂર્યની કિરણો રામલલાનું સૂર્ય તિલક કરશે. રામલલાના કપાળ પર સૂર્યતિલકની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. સૂર્યનાં કિરણો અરીસા દ્વારા ભગવાનના લલાટ પર પડ્યાં હતા. 

રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સફળ ટ્રાયલ બાદ એ સ્પષ્ટ છે કે ભગવાન રામલલાનું સૂર્યતિલક આ વખતે રામનવમીના અવસર પર કરવામાં આવશે.

સૂર્યના કિરણો લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામની મૂર્તિના કપાળ પર પડશે

સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CBRI) રૂડકીના વૈજ્ઞાનિકોની એક ટીમે સૂર્ય તિલક મૈકેનિઝ્મ તૈયાર કર્યું છે. તેની ડિઝાઈન તૈયાર કરવામાં ટીમને પૂરા બે વર્ષ લાગ્યા છે. ડિઝાઈન પર કામ 2021માં શરૂ થયું હતું. CBRIના વૈજ્ઞાનિકોની એક ટીમે સૂર્ય તિલકની મૈકેનિઝ્મ એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે દર વર્ષે રામ નવમીના દિવસે બપોરે 12:00 વાગ્યે સૂર્યના કિરણો લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામની મૂર્તિના કપાળ પર પડશે. આ નિર્માણ કાર્યમાં CBRIની સાથે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગ્લુરુ પાસેથી પણ સૂર્યના માર્ગને લગતી તકનીકી મદદ લેવામાં આવી છે. બેંગલુરુ સ્થિત કંપની ઓપ્ટિકાએ લેન્સ અને બ્રાસ ટ્યુબનું ઉત્પાદન કર્યું છે.પ્રોજેક્ટ સૂર્ય તિલકમાં એક ગિયર બોક્સ, રિફ્લેક્ટિવ મિરર અને લેન્સ એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે સૂર્યના કિરણોને મંદિરના શિખર પાસે ત્રીજા માળેથી ગર્ભગૃહમાં લાવવામાં આવશે. આમાં સૂર્યનો માર્ગ બદલવાના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવશે. 



Google NewsGoogle News