અયોધ્યામાં વરસાદને પગલે રામપથ પર ગાબડાં, યુપી સરકારે કર્યા છ અધિકારીને કર્યા સસ્પેન્ડ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં વરસાદને પગલે રામપથ પર ગાબડાં, યુપી સરકારે કર્યા છ અધિકારીને કર્યા સસ્પેન્ડ 1 - image
Image Social Media 

Potholes on Ayodhya's Rampath Road:  ઉત્તર પ્રદેશના અયોધ્યા (Ayodhya)માં તાજેતરમાં જ બનેલા રામપથ પરના રસ્તાઓમાં ઘણી જગ્યાએ ખાડા પડ્યા હતા. તેથી પહેલા જ વરસાદ દરમિયાન પાણી ઠેર- ઠેર ભરાઈ ગયા હતા. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાપરવાહી દાખવવા બદલ નાગરિક એજન્સીઓના છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, 23 જૂન અને 25 જૂને થયેલા વરસાદ બાદ રામપથની સાથે સાથે લગભગ 15 શેરીઓ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રસ્તા પરના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ 14 કિલોમીટર લાંબા રસ્તાના ઘણા ભાગોમાં ખાડા પડી ગયા હતા અને તેમા પાણી ભરાયા હતાં. 

રાજ્ય સરકાર દ્વારા છ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

એક રિપોર્ટ પ્રમાણે યુપી સરકારે છ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. રાજ્ય સરકાર દ્વારા જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં જાહેર બાંધકામ વિભાગ (PWD)ના કાર્યકારી ઈજનેર ધ્રુવ અગ્રવાલ, મદદનીશ ઈજનેર અનુજ દેશવાલ અને જુનિયર ઈજનેર પ્રભાત પાંડે અને ઉત્તર પ્રદેશ જળ નિગમના કાર્યપાલક ઈજનેર આનંદ કુમાર દુબે, મદદનીશ ઈજનેર રાજેન્દ્ર કુમાર યાદવ અને જુનિયર ઈજનેર મોહમ્મદ શાહિદનો સમાવેશ થાય છે. આ છ લોકોને રાજ્યસરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો ઃ- કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દાના કારણે યુપીમાં ભાજપ હાર્યું, સમીક્ષા રિપોર્ટમાં ખુદ પક્ષની કબૂલાત

મુખ્ય સચિવના આદેશ પર કરાયા સસ્પેન્ડ 

માહિતી પ્રમાણે કાર્યકારી ઈજનેર ધ્રુવ અગ્રવાલ અને સહાયક ઈજનેર અનુજ દેશવાલને શુક્રવાર મુખ્ય સચિવ વિનોદ કુમારના આદેશ પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ જુનિયર એન્જિનિયર પ્રભાત પાંડેના સસ્પેન્શનનો આદેશ PWDના ચીફ એન્જિનિયર (વિકાસ) VK શ્રીવાસ્તવ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ જળ નિગમના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ કુમાર મિશ્રાએ ત્રણ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યા છે.

આ પણ વાંચો ઃ- નદીના કુંડનું પાણી સૂકાયું તો 54 વર્ષ બાદ થયા શિવલિંગના દર્શન, પૂજા કરવા ઉમટી પડ્યા ભક્તો

અમદાવાદ સ્થિત કોન્ટ્રાક્ટરને પણ પાઠવી નોટીસ

આ મામલે રાજ્ય સરકારે અમદાવાદ સ્થિત કોન્ટ્રાક્ટર ભુવન ઈન્ફ્રાકોમ પ્રાઈવેટ લિમિટેડને પણ નોટિસ પાઠવી છે. PWDના અધિકૃત આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રામપથના સૌથી ઉપરના લેવલના બાંધકામ પછી તરત જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જે ઉત્તર પ્રદેશ સરકારની સર્વોચ્ચ અગ્રતાના કામમાં બેદરકારી દર્શાવે છે. જેથી સામાન્ય લોકોમાં રાજ્યની છબીને નુકસાન પહોંચાડે છે. પીડબલ્યુડીના મુખ્ય સચિવ અજય ચૌહાણે કહ્યું કે, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


Google NewsGoogle News