રામમંદિરને ફરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, જૈશ એ મોહમ્મદનો ઓડિયો વાયરલ, એલર્ટ જાહેર કરાયું

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
Ram temple Ayodhya

Image : IANS



Ram Temple Ayodhya News | અયોધ્યામાં ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે. તેનો એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે. 

યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું 

રામ નગરીમાં તૈનાત સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ અવરોધો પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. રામલલાના દર્શન માર્ગ પર પણ ભક્તોની દેખરેખ વધારી દેવામાં આવી છે.

કોણે આપી ધમકી? 

કહેવાય છે કે ધમકીભર્યા ઓડિયોમાં જૈશ-એ-મોહમ્મદનો આમીર નામનો આતંકવાદી એવું કહેતા સંભળાય છે કે અમારી મસ્જિદ હટાવી દેવાઈ છે અને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે બોમ્બમારો થશે. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથીઓએ બલિદાન આપ્યું છે અને હવે આ મંદિરને તોડવું પડશે. એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારની સૂચના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

રામમંદિરને ફરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, જૈશ એ મોહમ્મદનો ઓડિયો વાયરલ, એલર્ટ જાહેર કરાયું 2 - image


Google NewsGoogle News