'આવો અવસર માંગીને પણ ન મળે...', લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા પહોંચશે અયોધ્યા

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
'આવો અવસર માંગીને પણ ન મળે...', લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા પહોંચશે અયોધ્યા 1 - image

Lal Krishna Advani on Ram Mandir : ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થશે. જેની વિશ્વ હિંદૂ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પુષ્ટિ કરી છે. 

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે થોડા દિવસ અગાઉ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી છે. જોકે બાદમાં રામ મંદિર બનાવવાને લઈને આંદોલન કરનારા વરિષ્ટ નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિર ઉદ્ધાટન કાર્યક્રમમાં આવવાનું આંમત્રણ આપવામાં આવ્યું હતું. આ વચ્ચે હવે એ સમાચાર મળી રહ્યા છે કે, અડવાણી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાના છે.

આરએસએસ નેતા કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને આલોક કુમારે બુધવારે અડવાણીના ઘરે પહોંચીને રામ મંદિરના ઉદ્ધાટન સમારોહનું આમંત્રણ આપ્યું હતું. લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં કાર્યક્રમ દરમિયાન તમામ જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ દરમિયાન અડવાણીએ કહ્યું કે, 'આ મોટા સૌભાગ્યનો યોગ છે કે એવા ભવ્ય પ્રસંગ પર પ્રત્યક્, હાજર થવાનો અવસર મળ્યો છે. કારણ કે શ્રીરામનું મંદિર આ માત્ર એક પૂજાની દ્રષ્ટિથી પોતાના આરાધ્યનું મંદિર, માત્ર એવો પ્રસંગ નથી. આ દેશની પવિત્રતા અને આ દેશની મર્યાદાની સ્થાપના પાક્કી થવાનો આ પ્રસંગ છે.'

તેમણે કહ્યું કે, 'પહેલી વાત કે આટલા વર્ષો બાદ ભારતના 'સ્વ' પ્રતીકનું પુનર્નિર્માણ આપણે કર્યું. તે આપણી મહેનતના આધાર પર કર્યું. બીજી વાત કે જે પોતાની એક દિશા હોવી જોઈએ, તેને પકડવાનો પ્રયાસ પણ અનેક દાયકાઓથી અમે લોકો કરી રહ્યા હતા, તે અમને મળી ગઈ છે અને સ્થાપિત થઈ ગઈ છે. એક વિશ્વાસ સૌના મનમાં સ્થાપિત થયો છે, તેના કારણે સંપૂર્ણ દેશનું વાતાવરણ મંગલમય થઈ ગયું છે. તેવામાં આપણે પ્રત્યક્ષ ત્યાં ઉપસ્થિત રહીશું, તે પ્રસંગને નિહાળીશું, તેમાં સહયોગી બનીશું... આ કોઈ જન્મમાં પુણ્ય થયા હશે કે તેનું ફળ આપણને મળી રહ્યું છે. એટલા માટે હું તમારો આભાર માનું છું. આ તો માંગીને પણ ન મળનારો અવસર છે, તે મળ્યો છે... જરૂર તેમાં જઈશ.'

મહત્વનું છે કે, રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ દરમિયાન ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીથી અયોધ્યામાં અનુષ્ઠાન શરૂ થઈ જશે.


Google NewsGoogle News