Get The App

10 ફૂટ સુધી સોનાથી મઢેલું હશે અયોધ્યાના રામ મંદિરનું શિખર, 15 માર્ચ સુધી નિર્માણ પૂર્ણ કરવાની તૈયારી

Updated: Dec 6th, 2024


Google News
Google News
10 ફૂટ સુધી સોનાથી મઢેલું હશે અયોધ્યાના રામ મંદિરનું શિખર, 15 માર્ચ સુધી નિર્માણ પૂર્ણ કરવાની તૈયારી 1 - image


Ram Temple Construction Work : રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકના બીજા દિવસે નૃપેન્દ્ર મિશ્રાએ શુક્રવારે નિર્માણ કાર્યની સમીક્ષા કરવાના છે. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે, બાંધકામની પ્રગતિ સંતોષકારક ચાલી રહી છે. મજૂરોની સંખ્યા વધી છે, પરંતુ પ્રમાણમાં હજુ પણ મજૂરોની અછત જોવા મળી રહી છે.

10 ફૂટ સુધી સોનાથી મઢેલું હશે અયોધ્યાના રામ મંદિરનું શિખર, 15 માર્ચ સુધી નિર્માણ પૂર્ણ કરવાની તૈયારી 2 - image

સાત મંદિરોનું કામ પણ પૂર્ણ થવાના આરે 

પહેલી પ્રાથમિકતા મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાની છે, જે 15 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ સાથે સાત મંદિરોનું કામ પણ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. કોશિશ છે કે માર્ચ સુધીમાં પાર્કનું ત્રણ ચતુર્થાંશ કામ પણ પૂરુ કરી દેવામાં આવશે.

શિખરને 10 ફૂટ સુધી સોનાથી મઢવામાં આવશે

તેમણે કહ્યું કે, નીચલા પ્લીન્થમાં 500 ફૂટ લાંબુ આર્ટ વર્ક પૂર્ણ થઈ ગયું છે. પથ્થરો પર રામકથાના પ્રસંગો કોતરવામાં આવી રહી છે. તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર, ફાયર સ્ટેશન અને વોટર પ્લોટ વગેરે પ્રોજેક્ટ છે. કોશિશ કરવામાં આવી રહી છે, જાન્યુઆરી સુધીમાં ટ્રસ્ટને સોંપી દેવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ સાથે રામ મંદિરના શિખર ઉપર 10 ફૂટ સુધી સોનાથી મઢવામાં આવશે.

Tags :
AyodhyaRam-temple-construction-workRam-Mandir

Google News
Google News