અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને CM યોગીની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત

22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું છે

આ સાથે આ દિવસે રાજ્યમાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને CM યોગીની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત 1 - image


Ram Mandir Pran Pratistha: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસને ઐતિહાસિક બનાવવા માટે ખૂબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમારોહમાં પીએમ મોદી, સીએમ યોગી સહિત દેશની અનેક જાણીતી હસ્તીઓ અને વિદેશથી પણ ભક્તો આવશે. જેને ધ્યાનમાં લઈને, અખિલ ભારતીય સંત સમિતિએ 22મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં જાહેર રજા તરીકે જાહેર કરવાની માંગણી કરી કરતો પત્ર પીએમ મોદીને લખ્યો હતો. રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને CM યોગીએ અત્યાર સુધીની સુથી મોટી કહી શકાય તેવી જાહેરાત કરી છે. જેમાં 22 જાન્યુઆરીએ જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું છે. તેમજ આ દિવસે સમગ્ર રાજ્યમાં દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. 

22 જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓમાં રહેશે જાહેર રજા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલ ભારતીય સંત સમિતિની, હિન્દુ સંગઠનો અને સનાતની સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોની માંગને ધ્યાનમાં રાખીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ રાજ્યભરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું છે કે આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે. આ દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવા તમામ સરકારી ઈમારતોને શણગારવા અને ફટાકડા ફોડવાની સૂચના પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.

આજે સીએમએ કરી અધિકારીઓ સાથે બેઠક

મંગળવારે અયોધ્યાની મુલાકાતે આવેલા સીએમ યોગીએ શ્રી રામલલ્લા અને હનુમાન ગઢીના દર્શન અને પૂજા કર્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મકરસંક્રાંતિ પછી શરૂ થતી પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા સીએમએ સમારોહની સુરક્ષા વિશે જાણકારી મેળવી હતી. તેમજ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહયોગ આપવા અધિકારીઓને સૂચના પણ આપી હતી. આ ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી નિર્દેશો આપ્યા હતા. જેમાં અભિષેક સમારોહ માટે આવનાર મહાનુભાવોને અયોધ્યામાં વધુ સારી સુવિધાઓ મળી રહે એવું કહેવામાં આવ્યું હતું. 

પ્રવાસી માર્ગદર્શકો તૈનાત કરવામાં આવશે 

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુખ્યમંત્રી 14 જાન્યુઆરીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરશે. તેમણે અયોધ્યામાં સ્વચ્છતાનું 'કુંભ મોડલ' લાગુ કરવા કહ્યું છે. સીએમ યોગી મંગળવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે  VVIPsના વિશ્રામ સ્થળ અને અયોધ્યા ધામની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓને અયોધ્યાના મહિમાનો પરિચય કરાવવા માટે પ્રવાસી માર્ગદર્શકોની તૈનાત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને CM યોગીની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત 2 - image


Google NewsGoogle News