Get The App

જાણો શા માટે 22મી જાન્યુઆરી છે ખાસ, આ શુભ સમયે ભગવાન રામનો થયો હતો જન્મ

ભગવાન રામના જન્મ સમયનું શુભ મુહૂર્તના સંયોગ 22મી જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠામાં પણ બનશે

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
જાણો શા માટે 22મી જાન્યુઆરી છે ખાસ, આ શુભ સમયે ભગવાન રામનો થયો હતો જન્મ 1 - image


Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દેશ-વિદેશના રામ ભક્તો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે સમયે ભગવાન રામનો જન્મ થયો હતો તે જ સમયે અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 

22મી જાન્યુઆરીમાં શું ખાસ છે?

અયોધ્યામાં રામલલાના અભિષેક માટે કુલ પાંચ તારીખો સૂચવવામાં આવી હતી. તેમાંથી 22 જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી હતી. આ દિવસે પણ માત્ર 84 સેકન્ડનો જ શુભ સમય છે. આ શુભ સમય બપોરે 12:29:08 થી 12:30:32 ની વચ્ચે રહેશે. જેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. વાસ્તવમાં, અભિજીત મુહૂર્ત 22મી જાન્યુઆરીના રોજ હશે અને તેની સાથે અન્ય ઘણા શુભ સંયોગો બની રહ્યા છે.

અભિજીત મુહૂર્તમાં થયો હતો ભગવાન રામનો જન્મ 

ગ્રંથો અનુસાર ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી રામનો જન્મ  થયો હતો. આ મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક પણ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે. પંચાંગ અનુસાર 22 જાન્યુઆરીએ પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ હશે. આ દિવસે અભિજીત મુહૂર્ત ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ જેવા અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. આના કારણે જ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. 



Google NewsGoogle News