Kedarnath Temple Row: અયોધ્યા રામ મંદિરના પૂજારીએ કહ્યું, કેદારનાથ આદિશક્તિ છે, બીજે ક્યાંક બાબાનું મંદિર બનશે તો...’

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Kedarnath Temple Row: અયોધ્યા રામ મંદિરના પૂજારીએ કહ્યું, કેદારનાથ આદિશક્તિ છે, બીજે ક્યાંક બાબાનું મંદિર બનશે તો...’ 1 - image


Kedarnath Temple Row: દિલ્હીના બુરારીમાં બાબા કેદારનું મંદિર બનાવવાની કામગીરી શરૂ થતાં જ વિવાદ વકર્યો છે. શ્રી કેદારનાથ દિલ્હી ધામ મંદિર 3 એકરમાં દિલ્હીમાં નિર્મિત થઈ રહ્યું છે. 10 જુલાઈના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું ભૂમિપૂજન પણ કર્યું હતું. ભૂમિ પૂજન બાદ મંદિર બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. કેદારનાથ ધામથી માંડી કેદાર ખીણમાં તેના અંગે નારાજગી વ્યક્ત થઈ છે.

આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે, કેદારનાથ એક જ છે અને એક જ રહેશે, તેથી મંદિર કોઈ અન્ય નામથી બનાવવું જોઈએ. ઉત્તરાખંડનું કેદારનાથ મંદિર આદિશક્તિ છે અને ભક્તોને ત્યાં જે ફળ મેળવે છે તે ફળ અહીં નહીં મળી શકે. 

Kedarnath Temple Row: અયોધ્યા રામ મંદિરના પૂજારીએ કહ્યું, કેદારનાથ આદિશક્તિ છે, બીજે ક્યાંક બાબાનું મંદિર બનશે તો...’ 2 - image

આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, જો આ જ નામથી મંદિર બનાવવામાં આવશે તો તેમાં જ્યોતિર્લિંગની શક્તિઓ નહીં આવે અને ભક્તોને સમાન પરિણામ નહીં મળે. પૂજારી દાસે કહ્યું કે, '12 જ્યોતિર્લિંગ છે અને આ 12 જ્યોતિર્લિંગની શક્તિઓ પોતાનામાં અનન્ય અને અસાધારણ છે, તેથી જ લોકો તેમના દર્શન કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. જેમાંથી એક કેદારનાથ પણ છે. કેદારનાથ ઉત્તરાખંડમાં છે અને તે સર્વશક્તિમાન છે. જ્યોતિર્લિંગોમાં એવી શક્તિઓ છે જેના કારણે લોકો ખૂબ મહેનત કરીને દર્શન માટે જાય છે. તે ફળ તેઓ અન્ય કોઈ મંદિરમાં મેળવી શકશે નહીં. જો તેમનું મંદિર આ જ નામ સાથે અન્ય કોઈ જગ્યાએ બનાવવામાં આવે તો તે 12 જ્યોતિર્લિંગમાં સામેલ નહીં થાય, તે તેમનાથી અલગ હશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં મંદિર બનાવે છે, મંદિર જેટલું લાંબું હશે, તેટલી જ તેમાં શક્તિ જોવા મળશે.

તેમણે આગળ કહ્યું કે, 'કેદારનાથ મંદિરની વાત કરીએ તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, આ દ્વાદશલિંગ જ્યોતિ પોતાનામાં અનન્ય છે. જો તે નામ સાથે બીજું મંદિર બનાવવામાં આવે તો તે યોગ્ય નથી કારણ કે આપણા શાસ્ત્રોમાં તેનું વર્ણન છે કે, તે પોતાના પ્રભાવોના કારણે જ સ્થાપિત છે. તેથી તેને તે જ સ્વરૂપમાં રહેવા દો. જો કોઈ બીજું મંદિર બનાવે છે, તો તેને અલગ નામથી બનાવો અને કેદારનાથ મંદિર એક છે અને એક જ રહેશે.


Google NewsGoogle News