રામ મંદિરના નિર્માણ માટે શ્રમિકો નથી મળી રહ્યા! સાંભળો સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા શું બોલ્યા
Ayodhya Ram Mandir News: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ થવામાં હજુ ત્રણ મહિના મોડું થઈ શકે છે. હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધી તૈયાર થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ શુક્રવારે (8 નવેમ્બર) જાણકારી આપી કે, પહેલાં જૂન 2025 સુધી મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું લક્ષ્ય હતું, પરંતુ વર્તમાનમાં 200 શ્રમિકોની કમીના કારણે તેમાં મોડું થઈ રહ્યું છે. મંદિરની મુખ્ય ચાર દિવાલમાં ઉપયોગમાં લેવાતા 8.5 લાખ ઘન ફૂટ લાલ બંસી પહાડપુર પથ્થર પહેલાંથી જ અયોધ્યા પહોંચી ગયા છે, પરંતુ શ્રમિકોની કમીના કારણે કામમાં અડચણ આવી રહી છે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલાં પથ્થરોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ પહેલાં તળ પર અમુક પથ્થરો નબળા હોવાની જાણ થઈ હતી, તેથી તેની જગ્યાએ હવે મજબૂત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય મંદિરની અન્ય સંરચનાઓ જેમ કે, સભાગાર, સીમા અને પરિક્રમા પથનું પણ નિર્માણકાર્ય પણ શરુ છે. મૂર્તિકારોએ આશ્વાસન આપ્યું છે કે, ડિસેમ્બર 2024 સુધી મંદિરની તમામ મૂર્તિઓ પૂરી કરી દેવાશે અને ડિસેમ્બરના અંત સુધી આ મૂર્તિઓ અયોધ્યા પહોંચી જશે.
આ પણ વાંચોઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થાના દરજ્જાની હકદાર : સુપ્રીમ
જયપુરમાં ચાલી રહ્યું છે મૂર્તિના નિર્માણનું કામ
જયપુરમાં રામ દરબાર અને સાત મંદિરો સહિત અન્ય મૂર્તિઓના નિર્માણનું કાર્ય શરુ છે. આ મૂર્તિઓને ડિસેમ્બર સુધી અયોધ્યા લાવવામાં આવશે અને બાદમાં નિર્ણય લેવામાં આવશે કે, તેને મંદિરમાં કઈ જગ્યાએ સ્થાપિત કરવી. નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું કે, રામલલાની બે મૂર્તિઓને પહેલાંથી જ ટ્રસ્ટ તરફથી સ્વીકૃત કરવામાં આવી છે અને તેને મંદિરમાં યોગ્ય સ્થાન આપવામાં આવશે. આ સાથે જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન બાદ બહાર નીકળવાના રસ્તાને પણ વધારે સુવિધાજનક બનાવવાની ચર્ચા કરવામાં આવી રહી છે. કારણકે, હવે જન્મભૂમિ પથની સામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, તો તેઓને બહાર નીકળવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ 3000થી વધુ લોકો ચાલુ વર્ષે દેશમાં આ કારણે મૃત્યુ પામ્યા, 2 લાખથી વધુ ઘર-મકાન નષ્ટ થયા
રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક શરુ
રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક શરુ થઈ ગઈ છે અને સમિતિના સભ્ય તેને પૂર્ણ કરવા તમામ શક્ય પ્રયાસ કરી રહ્યા છે. આગામી કાર્યોની યોજના હેઠળ મંદિરની સંરચના અને મૂર્તિઓની જલ્દી અંતિમ રૂપે સ્થાપના કરવામાં આવશે. મિશ્રએ એવું પણ આશ્વાસન આપ્યું કે, તમામ નિર્માણ કાર્ય સમય પર પૂર્ણ થઈ જશે. જોકે, શ્રમિકોની કમી અને સામગ્રીમાં બદલાવના કારણે સમય સીમામાં થોડું મોડું થવાની સંભાવના છે.