રામલલાના ભક્તો માટે મોટા સમાચાર, મંદિરના દ્વાર ખોલવાના સમયમાં કરાયો ફેરફાર
Ayodhya Ram Temple : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટર દ્વારા મંદિર ખોલવાના સમય અંગે મહત્ત્વની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રસ્ટે કહ્યું છે કે, અયોધ્યામાં સવારે 7.00 વાગ્યાના બદલે એક કલાક પહેલા એટલે કે સવારે 6.00 કલાકે રામ મંદિર ખોલી દેવામાં આવશે. આ સમયમાં આરતી અને રામ મંદિરના દર્શનનો સમય સામેલ છે, જેને આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.
રામ મંદિરમાં આરતી અને સમયમાં ફેરફાર
રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટરના જણાવ્યા મુજબ, ‘ભક્તો શ્રૃંગાર આરતી બાદ સવારે 6.30 કલાકથી 11.50 કલાક સુધી મંદિરમાં પ્રવેશ કરી શકશે. રાજભોગ આરતી માટે મંદિર બપોરે 12.00 કલાકે બંધ કરી દેવાશે. બપોરે 1.00 વાગ્યાથી સાંજે 6.50 સુધી દર્શન માટે ફરી મંદિર ખોલવામાં આવશે. ત્યારબાદ સાંજે 7.00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.
આ પણ વાંચો : બિહારમાં ચૂંટણી પહેલા ભાજપને સતાવી રહ્યો છે મોટા ખેલનો ભય! લાલુના નિવેદનથી ટેન્શન
અયોધ્યામાં ભક્તોની ભીડ યથાવત્
ઉલ્લેખનીય છે કે, જ્યારથી રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે, ત્યારથી અયોધ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભક્તોની ભીડના કારણે અનેક વખત અયોધ્યાની આસપાસ ટ્રાફિક જામની પણ સ્થિતિ ઉભી જોવા મળી હતી. ભલે હજુ રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું ન હોય, છતાં શ્રદ્ધાળુઓની ભીડમાં ક્યારે ઘટાડો થયો નથી.
આ પણ વાંચો : ઔરંગઝેબના કારણે I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ! આદિત્ય ઠાકરેની માંગ- સપા નેતાની કરો ધરપકડ