અયોધ્યાના રામમંદિરની સંઘર્ષગાથા પર બનશે 'ડૉક્યુમેન્ટ્રી', દૂરદર્શન પર જોઈ શકશે શ્રદ્ધાળુઓ
Ayodhya Ram Mandir Documentary : અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું નિર્માણ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હવે છેલ્લા 500 વર્ષમાં કરેલા સંઘર્ષ અને આંદોલન વિશે ભક્તોને માહિતીગાર કરશે. અને તેના માટે ટ્ર્સ્ટ દ્વારા એક ડૉક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી છે. આ પાંચ એપિસોડની ડોક્યુમેન્ટરી દૂરદર્શન પર પ્રસારિત થઈ શકે છે. જો કે હજુ તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી બાકી છે.
આ પણ વાંચો: GSTની મીટિંગમાં મિડલ ક્લાસને ઝટકો, ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં નહીં મળે રાહત
દૂરદર્શન પર જોઈ શકશે રામ મંદિરની 500 વર્ષની સંઘર્ષગાથા
આ માટે પ્રૂફરીડિંગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ ડૉક્યુમેન્ટરીના પ્રસારણ માટે દૂરદર્શન દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. સંતો અને હિંદુ સંગઠનો દ્વારા પાંચસો વર્ષ સુધી કરવામાં આવેલી અથાક ચળવળ અને વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામજન્મભૂમિ પર ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. 5 ઑગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યા બાદ મંદિરનું નિર્માણ સતત ચાલી રહ્યું છે.
પાંચ એપિસોડની હશે આ ડૉક્યુમેન્ટરી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ડૉક્યુમેન્ટરી સ્ક્રિપ્ટ રાઇટિંગનું કામ હાલમાં પૂર્ણ થયું છે અને પ્રૂફરીડિંગ પણ કરી દેવામાં આવ્યું છે. આ ડૉક્યુમેન્ટરી પાંચ એપિસોડની છે અને દરેક એપિસોડ લગભગ 30થી 40 મિનિટનો છે. જો સંપૂર્ણ એપિસોડ પ્રસારિત કરવામાં આવે તો તે આશરે બેથી અઢી કલાક લાંબો હશે. જેમાં રામ મંદિર માટે જમીની સંઘર્ષગાથા તેમજ આ સાથે કોર્ટમાં ચાલી રહેલી લડાઈ પણ દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો: VIDEO : ઉત્તરાખંડમાં ભયાનક ભૂસ્ખલનના દૃશ્યો કેમેરામાં કેદ, હાઈવે બંધ થતાં વાહનો ફસાયા
હાલમાં જ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં ભાગ લેવા આવેલા અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ અંગે માહિતી આપી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ કુમાર મિશ્રાએ કહ્યું કે, દૂરદર્શન દ્વારા પ્રસારણ માટે પરવાનગી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.