Photos : મૂર્તિકાર અરૂણ યોગીરાજે રામલલાની બનાવી વધુ એક મૂર્તિ, જોઈને થઈ જશો ધન્ય!
Ayodhya Ram Mandir : પ્રસિદ્ધ મૂર્તિકાર અરૂણ યોગીરાજે અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં રામલલાની મૂર્તિ બનાવી છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, જેમાં વડાપ્રધાન મોદી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અરૂણ યોગીરાજ દ્વારા બનાવાયેલી રામલલાની મૂર્તિને લોકોએ આશ્ચર્યચકિત કરી દીધા હતા. એટલી સુંદર મૂર્તિને જોતા જ લોકોને ખુબ ગમી હતી. હવે એકવાર ફરીથી અરૂણે રામલલાની વધુ એક મૂર્તિ બનાવી છે, જેના ખુબ વખાણ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'X' પર અરૂણ યોગીરાજે રામલલાની નવી મૂર્તિની તસવીરો શેર કરી છે. આ મૂર્તિ પણ રામ મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિ જેવી જ છે, પરંતુ તેનાથી ઘણી નાની છે. 'X' પર અરૂણ યોગીરાજે પોસ્ટ કરી. જેમાં લખ્યું કે, 'રામલલાની મુખ્ય મૂર્તિની પસંદગી બાદ મેં અયોધ્યામાં પોતાના ખાલી સમયમાં વધુ એક નાની રામલલાની મૂર્તિ બનાવી.'
યોગીરાજે કુલ ત્રણ તસવીરો શેર કરી છે. જેમાંથી પહેલી તસવીરમાં તે રામલલાની મૂર્તિને હાથમાં લઈને ઉભા છે, જ્યારે બાકી બંને તસવીરોમાં પણ રામલલાની મૂર્તિની તસવીરો છે. રામલલાની નાની મૂર્તિ પણ ખુબસુંદર છે.
યોગીરાજની આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. થોડા સમયમાં જ 22 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે, જ્યારે લાખો લોકો પોસ્ટ જોઈ ચૂક્યા છે. રામલલાની આ તસવીરને લોકો ખુબસુંદર બતાવી રહ્યા છે. નવીન નામના યૂઝરે લખ્યું કે, ખુબ સંદર છે, શું મને એક મળી શકે છે? અન્ય એક યૂઝરે લખ્યું કે, ખુબ જ સુંદર, જય શ્રી રામ.
જણાવી દઈએ કે, રામ મંદિરમાં લાગેલી રામલલાની મૂર્તિને બનાવવામાં અરૂણ યોગીરાજને કુલ સાત મહિનાનો સમય લાગ્યો હતો. તેના માટે રામ મંદિર ટ્રસ્ટે ચાર વસ્તુઓ જણાવી હતી. જેમાં હસતો ચહેરો, પાંચ વર્ષના બાળક જેવું સ્વરૂપ, યુવરાજ જેવો ચહેરો અને દિવ્ય દ્રષ્ટિ સામેલ હતી. યોગીરાજનું કહેવું હતું કે, જ્યારે તેઓ રામલલાની મૂર્તિ બનાવી રહ્યા હતા ત્યારે દરરોજ એક વાનર આવતો હતો અને મૂર્તિને જોતો હતો. ત્યારે, જ્યારે ઠંડી પડવા લાગી તો ત્યાં તાડપત્રી લગાવી દેવાઈ, તેમ છતાં પણ વાનર ત્યાં આવતો રહ્યો અને અંદર મૂર્તિને જોવા માટે તે તાડપત્રી ખટખટાવતો પણ હતો.