Ayodhya Ram Mandir: શ્રીરામની બહેનનું નામ શું હતું? ક્યાં થતી હતી પૂજા, જાણો સંપૂર્ણ માહિતી

રામ, લક્ષ્મણ અને શત્રુધ્ન સિવાય મહારાજા દશરથને એક દિકરી હતી જેનું નામ શાંતા હતું

એવુ કહેવામાં આવે છે કે, હિમાચલ પ્રદેશના એક મંદિર છે, ત્યાં દેવી શાંતાની પૂજા કરવામાં આવે છે.

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
Ayodhya Ram Mandir: શ્રીરામની બહેનનું નામ શું હતું? ક્યાં થતી હતી પૂજા, જાણો સંપૂર્ણ માહિતી 1 - image
Image Web

તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર 

Ayodhya Ram Mandir: હાલમાં સમગ્ર દેશ લગભગ રામમય થઈ ગયો છે, કારણ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું આયોજન થવાનું છે, અને તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર અયોધ્યા નગરીનો કાયાકલ્પ કરવામાં આવી રહી છે. કાર્યક્રમ માટે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે  તૈયારીઓ પણ ખૂહ ઝડપી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી દ્વારા 11 દિવસનું અનુષ્ઠાન પણ શરુ કરવામાં આવ્યું છે. આ અવસરે અમે તમને રામાયણ સાથે જોડાયેલ કેટલીક ખાસ વાત બતાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમે નહીં જાણતા હોવ.

પ્રભુ શ્રીરામની બહેનનું નામ શાંતા હતું

પ્રભુ શ્રીરામને કુલ ત્રણ ભાઈઓ નહોતા, પરંતુ તેમની એર બહેન પણ હતી, તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ શ્રીરામ, લક્ષ્મણ અને શત્રુધ્ન સિવાય મહારાજા દશરથને એક દિકરી હતી જેનું નામ શાંતા હતું. દેવી શાંતા તેના ભાઈઓમાં સૌથી મોટી હતા. એવુ પણ કહેવામાં આવે છે કે વાલ્મીકી રચિત રામાયણના બાલ કાંડમાં તેની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ પુરાણમાં તેમને રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાની પુત્રી બતાવવામાં આવી છે. 

કેમ ઓછી થાય છે તેમની ચર્ચા

રામાયણની વાત કરવામાં આવે તો શ્રીરામ સહિત તેમના ભાઈઓ અને અન્ય લોકોની ચર્ચા કરવામાં આવી છે, પરંતુ બહેન શાંતા વિશે ક્યાંક જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હકીકતમાં મહારાજા દશરથે તેમની પુત્રી શાંતાને અંગદેશના રાજા રોમપદ અને તેમની રાણી વર્ષિણીને ગોદમાં આપી દીધી હતી. એકવાર રાજા રોમપદ અને તેમની પત્ની અયોધ્યા આવ્યા હતા અને દિકરી શાંતાને જોઈ રાણી વર્ષિણી ભાવુક થઈ ગયા હતા, કારણ કે તેમને કોઈ સંતાન નહોતા અને સંતાન સુખ ન હોવાથી તેઓ દુ:ખી હતા, તેથી મહારાજા દશરથે તેમનું દુ:ખ જોઈ  ન શક્યા અને તેમની દિકરીને ગોદમાં આપી દીધી હતી. 

ક્યાં કરવામાં આવે છે દેવી શાંતાની પૂજા

એવુ કહેવામાં આવે છે કે, હિમાચલ પ્રદેશના એક મંદિર છે, ત્યાં દેવી શાંતાની પૂજા કરવામાં આવે છે.   



Google NewsGoogle News