રામ મંદિરમાં ફરી મોટા કાર્યક્રમનું આયોજન, વડાપ્રધાન મોદીની હાજરીમાં બોલિવૂડ કલાકારો ભજવશે રામલીલા
Ayodhya Ram Leela 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી અયોધ્યામાં રામલલા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ વધુ એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે વડાપ્રધાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમાં અનેક ફિલ્મી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.
ફિલ્મી હસ્તીઓ રામકથા મંચ પર કરશે અભિનય
મળતા અહેવાલો મુજબ આ વખતે અયોધ્યાના રામ મંદિરમાં ભવ્યાતિભવ્ય રામલીલા યોજવામાં આવશે, જેમાં ફિલ્મી હસ્તીઓ સહિત લોક કલાકારોનો જલવો જોવા મળશે. 42થી વધુ ફિલ્મી હસ્તીઓ રામલીલા ભજવતા જોવા મળશે. આ યાદીમાં ભાજપના સાંસદ મનોજ તિવારી સહિત લોક ગાયિકા માલિની અવસ્થી સહિત અનેક નામ સામેલ છે.
જાણો કયા અભિનેતા કરશે કયો રોલ
રામલીલા કાર્યક્રમમાં ફિલ્મી અભિનેતા રજા મુરાદ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ભારેભરખમ અવાજ ધરાવતા રજા મુરાદ અહિરાવણના રોલમાં જોવા મળશે. રાકેશ બેદી રાજા જનકની ભૂમિકા, ફિલ્મ એક્ટ્રેસ ભાગ્યશ્રી વેદમતીના રોલમાં, માલિની અવસ્થી શબરી, અભિનેતા રાજ માથુર ભરતના રોલમાં જોવા મળશે.
વડાપ્રધાન મોદીને પાઠવાયું આમંત્રણ
રામલીલામાં ફિલ્મી હસ્તીઓનો અભિનય કરાવનાર અધ્યક્ષ સુભાષ ચંદ્રએ કહ્યું કે, ‘અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા યોજાયા બાદ પ્રથમવાર રામલીલા યોજાનાર છે, જેના શુભારંભ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવાયું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન રામલીલાના પ્રથમ દિવસે મંચ પર સામેલ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને સાંસ્કૃતિક મંત્રી જયવીર સિંહને પણ આમંત્રણ અપાયું છે.
આ પણ વાંચો : 'LAC પર ભારત-ચીન વચ્ચે સંવેદનશીલ સ્થિતિ, હવે અમે કોઈપણ...', સેના પ્રમુખનું મોટું નિવેદન