Get The App

મોદીની અયોધ્યા મુલાકાત પહેલા ભારત-નેપાળ સરહદ પર હાઈએલર્ટ, સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક

PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં શ્રી રામ હવાઈ વિમાની મથકનું ઉદઘાટન કરશે

CCTV કેમેરા, ડૉગ સ્ક્વૉડ અને મહિલા જવાનોની તૈનાત, સરહદ પર ખાસ ચાંપતો બંદોબસ્ત

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
મોદીની અયોધ્યા મુલાકાત પહેલા ભારત-નેપાળ સરહદ પર હાઈએલર્ટ, સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક 1 - image

લખનઉ, તા.27 નવેમ્બર-2023, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 30 ડિસેમ્બરે અયોધ્યામાં શ્રી રામ હવાઈ વિમાની મથક ()Shri Ram International Airportનું ઉદઘાટન કરવાના છે, ત્યારે તે અગાઉ સુરક્ષા એજન્સીઓ, સશસ્ત્ર સરહદ દળ અને ઉત્તરપ્રદેશ પોલીસ (Uttar Pradesh Police) સંપૂર્ણ હાઈએલર્ટ મોડ પર આવી ગઈ છે. ઉપરાંત PM મોદીની અયોધ્યા મુલાકાતને ધ્યાને રાખી ભારત-નેપાળ સરહદ પર ચાંપતી નજર રાખવાના આદેશ અપાયા છે. મોદીના આગમન પહેલા સરહદ પર બાજ નજર રાખવામાં આવી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરનું ઉદઘાટન થવાનું છે, જોકે તે પહેલા શ્રી રામ હવાઈ એરપોર્ટ પર ફ્લાઈટનું આવાગમન શરૂ થઈ જશે.

સરહદ પાર કરનારાઓ પર ચાંપતી નજર

ગોરખપુર શસ્ત્ર સરહદ દળના નાયબ પોલીસ મહાનિરીક્ષણ (DIG) અખિલેશ્વર સિંહે કહ્યું કે, અજાણ્યા તેમજ અસામાજિક લોકોને વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા આદેશ અપાયો છે. લોકોને સરહદ પાર કરવાની મંજૂરી આપતા પહેલા તેમની ઓળખની ખાતરી કરવાનો પણ આદેશ અપાયો છે.

CCTV કેમેરા, ડૉગ સ્ક્વૉડ અને મહિલા જવાનોની તૈનાતી

DIG અખિલેશ્વરે કહ્યું કે, મુખ્ય રસ્તાઓ ઉપરાંત એસએસબી પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવાયા છે. ડૉગ સ્ક્વૉડ અને મહિલા વિંગની એક પ્લાટૂન પણ તૈનાત કરાઈ છે. ભારત-નેપાળ સરહદ પર સોનૌલી અને ઠૂઠીબારી પોઈન્ટ પર મેટર ડિટેક્ટર લગાવાયા છે. તેમણે કહ્યું કે, ભારત-નેપાળ સરહદ પોલીસ, સ્થાનિક ગુપ્તચર એકમ અને ગુપ્તચર એજન્સીઓને પણ સરહદ પર સતર્ક રહેવા કહેવાયું છે.

નેપાળ પાસેના જિલ્લાઓમાં હાઈએલર્ટ

તેમણે કહ્યું કે, સરહદ પાસે આવેલા ધાર્મિક સ્થળો પર પણ નજર રાખવા આદેશ અપાયો છે. ડીઆઈજીએ કહ્યું કે, નેપાળની સરહદ પાસે આવેલા મહરાજજંગ, સિદ્ધાર્થનગર, શ્રાવસ્તી અને બલરામપુર જિલ્લામાં પોલીસ અને એસએસબીને હાઈએલર્ટ પર રખાયા છે.


Google NewsGoogle News