અયોધ્યા : 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, આમંત્રણ અપાતા PM મોદીએ કહ્યું, ‘આ મારું સૌભાગ્ય’

મહાસચિવ ચંપત રાયે આજે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું છે

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
અયોધ્યા : 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, આમંત્રણ અપાતા PM મોદીએ કહ્યું, ‘આ મારું સૌભાગ્ય’ 1 - image

નવી દિલ્હી, તા.25 ઓક્ટોબર-2023, બુધવાર

અયોધ્યા (Ayodhya)માં ભગવાન રામલલા (Ram Lala)ના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ જાહેર થઈ ગઈ છે. રામલલા 22 જાન્યુઆરીએ નવા બનાયેલ રામ મંદિર (Ram Temple)ના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ વસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ ઉપસ્થિત રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Sriram Janmabhoomi Teerth Kshetra Trust)ના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) આ અંગેની માહિતી આપી છે.

ટ્રસ્ટના હોદ્દેદારોએ PM મોદીને પાઠવ્યું આમંત્રણ

મહાસચિવ ચંપત રાયે આજે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું છે. PM મોદીએ આમંત્રણ સ્વિકારવાની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પણ નિર્ધારીત થઈ ગઈ છે.

PM મોદીએ કહ્યું, ‘હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ’

PM મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર આમંત્રણ અંગેની જાણકારી આપતા લખ્યું કે, ‘જય સિયારામ ! આજનો દિવસ ખુબ જ ભાવનાઓથી ભરેલો છે. આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેઓએ શ્રીરામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા અવસરે અયોધ્યા આવવા મને આમંત્રણ આપ્યું છે. હું પોતાને ખુબ ધન્ય અનુભવી રહ્યો છું. આ મારું સૌભાગ્ય છે કે, મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક અવસરનો સાક્ષી બનીશ...


Google NewsGoogle News