Get The App

અયોધ્યા રેલવે સ્ટેશન હવે 'અયોધ્યા ધામ' જંક્શન તરીકે ઓળખાશે, રેલવેએ જાહેર કર્યો આદેશ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
અયોધ્યા રેલવે સ્ટેશન હવે 'અયોધ્યા ધામ' જંક્શન તરીકે ઓળખાશે, રેલવેએ જાહેર કર્યો આદેશ 1 - image

અયોધ્યા જંક્શન હવે અયોધ્યા ધામ જંક્શન તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈચ્છા પૂર્ણ થઈ છે. રેલવેએ સ્ટેશનનું નામ બદલવા માટે બુધવારે આદેશ જાહેર કર્યા. હવે અયોધ્યા જંક્શન અયોધ્યા ધામ જંક્શનના નામથી ઓળખાશે. ગત દિવસોમાં અયોધ્યા જંક્શનનું નિરીક્ષણ કરતા સ્ટેશનનું નામ બદલવાની મુખ્યમંત્રી યોગીએ ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ હવે આ નિર્ણય લેવાયો છે.

ભાજપ સાંસદ લલ્લૂ સિંહે સોશિયલ મીડિયા પર આ અંગે એક ટ્વિટ પણ કર્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ લલ્લૂ સિંહે વડાપ્રધાન મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો છે. આ જાહેરાતથી રામ ભક્તોમાં ખુશી છે. રેલવે વિભાગ તરફથી આ પુષ્ટિ કરાઈ છે. મહત્વનું છે કે, 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશનની નવી બિલ્ડિંગનું ઉદ્ધાટન કરશે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા છે. કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં ભક્તો રામ નગરી અયોધ્યા આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેલ થશે.

1 જાન્યુઆરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે રેલવે સ્ટેશન

અયોધ્યા ધામ રેલવે સ્ટેશન બનીને તૈયાર છે અને 1 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે. અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવીને રવાના કરશે. આ સિવાય, શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે.

ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરાયું રેલવે સ્ટેશન

મહત્વનું છે કે, અયોધ્યા ધામ રેલવે સ્ટેશનને ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરાયું છે. આ સ્ટેશન જોઈને તમને ભવ્ય મંદિરનો અનુભવ થશે. અહીંથી રામ મંદિર અંદાજિત એક કિલોમીટર દૂર છે. લગભગ 50 હજાર મુસાફરોની ક્ષમતા આ સ્ટેશનની છે. 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી તેનું ઉદ્ધાટન કરશે.


Google NewsGoogle News