Get The App

અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા : રામલલાને આંખ ખોલતા જ બતાવાશે અરીસો, જાણો તેનું કારણ

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં કુલ 121 પૂજારીઓ ઉપસ્થિત રહેશે, અભિજીત મુહૂર્તમાં વિધિ કરાશે

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા : રામલલાને આંખ ખોલતા જ બતાવાશે અરીસો, જાણો તેનું કારણ 1 - image
Image Twitter 

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે. સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ધૂમધામથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં કુલ 121 પુજારીઓ ઉપસ્થિત રહેશે. હિન્દુ ધર્મ પરંપરામાં પ્રાણ પ્રતિષ્ઠા એક પવિત્ર અનુષ્ઠાન છે, જેમાં કોઈ મૂર્તિ અથવા પ્રતિમાની અંદર તે દેવતા અથવા દેવીનું આહ્વાન કરી પવિત્ર બનાવામાં આવે છે.  'પ્રાણ' શબ્દનો અર્થ છે જીવન, જ્યારે પ્રતિષ્ઠાનો અર્થ છે સ્થાપના. એવામાં પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ થાય છે, પ્રાણ શક્તિની સ્થાપના અથવા દેવતાને જીવંત સ્થાપિત કરવા. ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે.

પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે

આ પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે. 22 જાન્યુઆરી બપોરે 12 વાગ્યાને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગ્યે 30 મિનિટ 32 સેકન્ડ સુધી અભિજીત મુહૂર્ત છે. આ મુહૂર્ત 84 સેકન્ડનું રહેશે. દેશભરમાં આ પાવન દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. 

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાનની આંખો પર પટ્ટી બંધાય છે 

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાનની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે, જે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થયા પછી જ પટ્ટી ખોલવામાં આવે છે. 

આંખો ખોલતા સમયે પ્રભુને આ કારણે બતાવાય છે અરીસો 

પ્રાણ પ્રતિષ્ઠાના કારણે મૂર્તિમાં ઉત્પન્ન થતી ઊર્જા અને તરંગોને ભગવાન સિવાય કોઈ જોઈ શકતું નથી. વિગ્રહની આંખ ખુલતાની સાથે જ તેને અરીસો દેખાડવામાં આવે છે, જેથી કરીને તે તુટીને ચકનાચુર થઈ જાય છે. તેમજ અરીસો તૂટવો એ સાબિતી કરે છે કે મૂર્તિમાં દિવ્યતાનો વાસ થઈ ગયો છે.

22 જાન્યુઆરીએ સામાન્ય નાગરિકોને અયોધ્યામાં દર્શન કરવાની સુવિધા નહી રહે. તેથી દરેક લોકો ઘરમા રહીને લાઈવ દર્શનનો આનંદ માણી શકે છે. આ પાવન દિવસે ઘરમાં રહીને ભગવાન શ્રી રામની પૂજા કરો. 



Google NewsGoogle News