અયોધ્યામાં મસ્જિદ નિર્માણ કાર્ય શા માટે અટકી પડ્યું ? સામે આવ્યું કારણ, જાણો ક્યારથી શરૂ થશે કામ
અયોધ્યામાં ફાળવેલી વૈકલ્પિક જમીન પર મસ્જિદ નિર્માણનું કામ આગામી વર્ષે મે મહિનામાં શરૂ થવાની સંભાવના
મસ્જિદની ફરી નવી ડિઝાઈન તૈયાર કરાઈ, મસ્જિદ 15 હજાર વર્ગ ફુટના બદલે 40 હજાર વર્ગ ફુટમાં તૈયાર થશે
Aydohya Dhannipur Masjid : સુપ્રીમ કોર્ટે (Supreme Court) રામ જન્મભૂમિ (Rama Janmabhoomi) અને બાબરી મસ્જિદ (Babri Masjid) કેસમાં મુસલમાનોને અયોધ્યામાં ફાળવેલી વૈકલ્પિક જમીન પર મસ્જિદ નિર્માણનું કામ આગામી વર્ષે મે મહિનામાં શરૂ થવાની સંભાવના છે. મસ્જિદનું બાંધકામ કરી રહેલી ‘ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટે’ પ્રોજેક્ટ માટે ફંડ એકઠું કરવા વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં એક-એક પ્રભારીની નિમણૂક કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
મસ્જિદ નિર્માણનું કામ આગામી વર્ષે મે મહિનામાં શરૂ થવાની સંભાવના
ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝુફર ફારૂકીએ જણાવ્યું કે, અમને ધન્નીપુર ગામમાં જે 5 એકર જમીન અપાઈ છે, તે જમીન પર મસ્જિક નિર્માણની કામગીરી આગામી મે મહિનામાં શરૂ કરવાની અમારી યોજના છે. તેમણે કહ્યું કે, મસ્જિદની ડિઝાઈન ફેબ્રુઆરીમાં મળવાની સંભાવના છે. ત્યારબાદ આ ડિઝાઈનને વહિવટીતંત્ર પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. ફેબ્રુઆરીમાં જ પરિસરમાં સાઈટ ઓફિસ ખોલી દેવામાં આવશે. અમે આશા છે કે, મે સુધીમાં મસ્જિદ નિર્માણની કામગીરી શરૂ થઈ જશે.
મસ્જિદ નિર્માણની કામગીરી શા માટે અટકી ?
ફારુકીએ જણાવ્યું કે, નાણાંકીય સમસ્યાઓ તેમજ મસ્જિદની ડિઝાઈનમાં કેટલાક ફેરફારના કારણે નવી ઔપચારિકતા શરૂ કરાતા મસ્જિદ નિર્માણના કામમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ટ્રસ્ટ દ્વારા મસ્જિદની ડિઝાઈન તૈયાર કરાઈ હતી, જોકે તે યોગ્ય ન હોવાના નવી ડિઝાઈન તૈયાર કરાવી છે અને આ મસ્જિદ 15 હજાર વર્ગ ફુટના બદલે 40 હજાર વર્ગ ફુટમાં તૈયાર થશે. ફારુકીએ જણાવ્યું કે, ફંડ એકઠું કરવા મામલે હાલ અમે જિલ્લામાં જવાના કાર્યક્રમો અટકાવી રાખ્યા છે. આ મામલે ટ્રસ્ટ સાથે જોડાયેલી મુંબઈની ટીમ કામ કરી રહી છે અને ટ્રસ્ટ પાસે એકથી દોઢ મહિનામાં જરૂરીયાત મુજબનું ફંડ આવી જવાની આશા છે.
ફંડ એકત્ર કરવું અને તેનું ધ્યાન રાખવું ખુબ મુશ્કેલ : ઝુફર ફારૂકી
તેમણે કહ્યું કે, વાસ્તવમાં ફંડ એકત્ર કરવું બહુ મોટું હોય છે અને તેનું ધ્યાન રાખવું પણ ખુબ મુશ્કેલ હોય છે. અમે કેટલાક રાજ્યોમાં અમારા લોકોને જવાબદારી સોંપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઉપરાંત ફંડ મામલે તેઓ પારદર્શિતા અને જવાબદારી સાથે યોગ્યરીતે કામ કરે તે બાબતે પણ ધ્યાન આપી રહયા છીએ. ફંડની અછત હોવા અંગે ફારૂકીએ કહ્યું કે, ના આવી કોઈ વાત નથી, પ્રોજેક્ટની ડિઝાઈનમાં ફેરફાર થવાના કારણે મસ્જિદ નિર્માણની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.