ઈન્ટરનેટ પર અયોધ્યા અને રામ મંદિરની ધૂમ: ઓનલાઈન સર્ચિંગમાં 1800%નો વધારો

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ઈન્ટરનેટ પર અયોધ્યા અને રામ મંદિરની ધૂમ: ઓનલાઈન સર્ચિંગમાં 1800%નો વધારો 1 - image


નવી મુંબઇ,તા. 16 જાન્યુઆરી 2024,મંગળવાર 

રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે સાધુ મહંત અને આગેવાનોને તેમજ સેલિબ્રિટિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઈન્ટરનેટ પર અયોધ્યા અને રામ મંદિરને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અયોધ્યા અને રામ મંદિરને લઈને ઈન્ટરનેટ સર્ચમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. 

ઓનલાઈન ટ્રાવેલ કંપની MakeNyTripના સર્વે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા સર્ચમાં લગભગ 1800 ટકાનો ગ્રોથ નોંધાયો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં આધ્યાત્મિક પર્યટનમાં નોંધપાત્ર વધારો થયો છે.

કંપનીનો દાવો છે કે છેલ્લા બે વર્ષમાં તીર્થસ્થળની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં 97 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જો અયોધ્યાની વાત કરીએ તો આ જગ્યાના સર્ચમાં 1806 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

દેશ અને દુનિયામાં અયોધ્યાની ધૂમ

અયોધ્યાના ગ્લોબલી સર્ચ લિસ્ટમાં પણ વધારો થયો છે. દુનિયામાં 5 દેશ એવા છે જેમાં અયોધ્યામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આ સર્ચ ડેટા 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2024 વચ્ચેનો છે. અમેરિકા 22.5 ટકા સાથે સર્વોચ્ચ સ્થાને છે, ગલ્ફ દેશો 22 ટકા સાથે બીજા સ્થાને છે. જ્યારે કેનેડા 9.3 ટકા સાથે ત્રીજા સ્થાને છે. નેપાળ 6.6 ટકા સાથે ચોથા સ્થાને અને ઓસ્ટ્રેલિયા 6.1 ટકા સાથે પાંચમા સ્થાને છે. 

છેલ્લા બે વર્ષમાં અયોધ્યા સર્ચ લિસ્ટ ટ્રેન્ડ

અયોધ્યા

 

585%

ઉજ્જૈન

359%

 

બદ્રીનાથ

343%

 

અમરનાથ

329%

 

કેદારનાથ

322%

 

મથુરા

 

223%

દ્વારકાધીશ

193%

 

શિરડી

 

181%

 

હરિધર

 

117%

બોધ ગયા

 

114%




Google NewsGoogle News