Get The App

Holi 2024: ત્રેતાયુગમાં અયોધ્યાના રાજ્ય વૃક્ષ 'કચનાર'ના ફૂલોમાંથી બનેલા ગુલાલથી રામલલા રમશે હોળી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
Holi 2024: ત્રેતાયુગમાં અયોધ્યાના રાજ્ય વૃક્ષ 'કચનાર'ના ફૂલોમાંથી બનેલા ગુલાલથી રામલલા રમશે હોળી 1 - image


Ayodhya Holi 2024: સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે, સનાતન ધર્મમાં માનનારા લોકો આ રંગોના તહેવારને ધામધૂમથી ઉજવી રહ્યા છે, જ્યારે ધાર્મિક નગરી અયોધ્યામાં પણ રંગભરી એકાદશીથી હોળીની ઉજવણીનો પ્રારંભ થયો છે. જેમાં રામલલા કચનારના ફૂલોમાંથી બનેલા ગુલાલથી હોળી રમશે. બૌહિનિયા પ્રજાતિ કચનારના ફૂલોમાંથી ભગવાન રામ માટે   હર્બલ ગુલાલ બનાવવામાં આવ્યો છે. ત્રેતાયુગમાં કચનારને અયોધ્યાનું રાજ્ય વૃક્ષ માનવામાં આવતું હતું.

વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો ખાસ ગુલાલ 

ભારતીય વારસાને સન્માન આપવાના ભાવ સાથે CSIR-NBRIના વૈજ્ઞાનિકોએ ખાસ કરીને કચનારના ફૂલોમાંથી બનાવેલ ગુલાલ તૈયાર કર્યો છે. તેમજ, વૈજ્ઞાનિકોએ ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં ચઢાવેલા ફૂલોમાંથી હર્બલ ગુલાલ પણ તૈયાર કર્યો છે. બુધવારે સંસ્થાના નિર્દેશકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બંને વિશેષ ગુલાલ અર્પણ કર્યા હતા.

કચનારના ફૂલોમાંથી બન્યો આ હર્બલ ગુલાલ

ત્રેતાયુગમાં કચનારને અયોધ્યાનું રાજ્ય વૃક્ષ માનવામાં આવતું હતું અને તે આપણી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં એક સુસ્થાપિત દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાં એન્ટી ઇફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ વગેરે ગુણો પણ છે. એ જ રીતે, ગોરખનાથ મંદિર, ગોરખપુરમાં ચડાવવામાં આવેલા ફૂલોમાંથી હર્બલ ગુલાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ હર્બલ ગુલાલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં સામે આવ્યું છે કે તે માનવ ત્વચા માટે સંપૂર્ણપણે સલામત અને ઇકો-ફ્રેન્ડલી છે.

હર્બલ ગુલાલ આ ખાસ ફ્લેવરનો છે

આ હર્બલ ગુલાલ ખાસ લવંડર ફ્લેવરમાં બનાવવામાં આવ્યો છે. તેમજ ગોરખનાથ મંદિર માટે ચંદનના ફ્લેવરમાં ગુલાલ બનાવવામાં આવ્યો છે. આ હર્બલ ગુલાલમાં સીસું, ક્રોમિયમ અને નિકલ જેવા રસાયણો નથી. ફૂલોના કુદરતી રંગોમાં ઘટકો ઉમેરીને તૈયાર કરેલા આ ગુલાલને સરળતાથી ત્વચામાંથી કાઢી પણ શકાય છે. તેમજ તે અન્ય ગુલાલની જેમ ત્વચા પર રંગ છોડશે નહિ. 

Holi 2024: ત્રેતાયુગમાં અયોધ્યાના રાજ્ય વૃક્ષ 'કચનાર'ના ફૂલોમાંથી બનેલા ગુલાલથી રામલલા રમશે હોળી 2 - image


Google NewsGoogle News