રામ મંદિર નિર્માણ પછી કેવી રીતે અયોધ્યા વિશ્વ સ્તરીય શહેર બનશે?, જાણો રામનગરીના વિકાસની રૂપરેખા
રામ મંદિર બની ગયા પછી દેશ-વિદેશમાંથી કરોડો લોકો અયોધ્યા આવશે
રામ મંદિર અયોધ્યાને વિવિધ શહેરો સાથે સીધી કનેક્ટિવિટી આપવામાં આવશે.
Image Web |
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશભરમા ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરમાં અભિષેક વિધિ કરશે. પીએમ મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. આ સિવાય દેશની અનેક જાણીતી હસ્તીઓ આ કાર્યક્રમમાં સામેલ થશે. પ્રાણ પ્રતિષ્ટાની તારીખ નજીક હોવાથી હાલમાં અયોધ્યાને સજાવવાનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ ત્યાં કામમાં ઝડપ કરવામાં આવી રહી છે. એવુ પણ કહેવાય છે કે રામ મંદિર બની ગયા પછી અયોધ્યાને ખૂબ જલ્દીથી ગ્લોબલ સિટી બનાવવામાં આવશે.
અયોધ્યાને આખી દુનિયા સાથે જોડવાની તૈયારીઓ પણ ચાલી રહી છે
રામ મંદિર બની ગયા પછી દેશ-વિદેશમાંથી કરોડો લોકો અયોધ્યા આવશે, જેનાથી ત્યાં વેપાર-ધંધા વિકાસ પામશે. માહિતી પ્રમાણે અયોધ્યા માટે હવે રોકાણકારોની રુચિ પણ વધી છે. જેમાં હોટલ સહિત અન્ય ક્ષેત્રે પણ મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અયોધ્યાને આખી દુનિયા સાથે જોડવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. રામ મંદિર બનતા હવે અયોધ્યાનો વિકાસ પણ ઝડપી થઈ રહ્યો છે. ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન અયોધ્યામાં પ્રવાસનને લઈને લગભગ 18,000 કરોડ રૂપિયાના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
500 वर्षों के संघर्ष की परिणति pic.twitter.com/z5OTXivUFL
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 26, 2023
વેટિકન અને મક્કા જેવી ખ્યાતિ પ્રાપ્ત કરશે
આ બાબતે મળતી માહિતી પ્રમાણે, હવે અયોધ્યામાં વિશ્વસ્તરિય સુવિધાઓ મળી રહી છે, જેના કારણે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. માહિતી પ્રમાણે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અયોધ્યા વેટિકન સિટી અને મક્કા જેવી ખ્યાતિ પ્રાપ્ત કરશે. આ ઉપરાંત રામ મંદિર વિશ્વમાં ધાર્મિક પર્યટનનું મહત્વનું કેન્દ્ર બની શકે છે.
આવો થશે રામનગરીનો વિકાસ
- રામ મંદિર અયોધ્યાને વિવિધ શહેરો સાથે સીધી કનેક્ટિવિટી આપવામાં આવશે.
- પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં મલ્ટીલેવલ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે
- અયોધ્યાને વેટિકન સિટી અને મક્કા જેવી ખ્યાતિ પ્રાપ્ત થશે
- રામ મંદિર વિશ્વમાં ધાર્મિક પર્યટનનું મહત્વનું કેન્દ્ર બનાવવામાં આવશે