Ayodhya Photos : ડિજિટલ નગરીની જેમ તૈયાર કરાઈ રામનગરી, શ્રદ્ધાળુઓ નિહાળી શકશે રામાયણના પ્રસંગ
Ayodhya Deepotsav 2024 : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આઠમા દીપોત્સવ દરમિયાન રામનગરીને ડિજિટલ નગરીના રૂપમાં તૈયાર કરાઈ છે. આસ્થા અને રોશનીનો એવો સંગમ જોવા મળશે કે, સૌ કોઈ જોતા જ રહી જશે. ખાસ કરીને અયોધ્યાના ધર્મપથ અને લતા ચોક. તેની આભા જોવા મળશે કારણ કે અહીં ડિજિટલ પિલર્સ લગાવવામાં આવી રહ્યા છે.
તો બીજી તરફ ભગવાન રામલલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા બાદની આ પહેલી દિવાળી છે ત્યારે અયોધ્યામાં 25 લાખથી વધુ દીપ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ દીપ રામ કી પૈડીના 55 ઘાટ પર પ્રજ્વલિત કરવામાં આવશે.
આ પણ વાંચો : 31 ઓક્ટોબર કે 1 નવેમ્બર દિવાળી કયા દિવસે ઉજવાશે? જાણીલો સાચી તારીખ અને તિથિ
ઇન્ટેલિજન્ટ લાઇટિંગના મીમ પ્રોડક્શનના અસદ જણાવે છે કે લાઇટિંગની વ્યવસ્થા માટે તેમની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અયોધ્યાના પ્રવેશ માર્ગ ધર્મપથ પર દરેક 15-15 ફૂટના 24 થાંભલા લગાવવામાં આવી રહ્યા છે. રામાયણના પ્રસંગો ડિજિટલ પિલર પર વગાડવામાં આવશે અને તે 28 થી 30 ઓક્ટોબર સુધી સ્વાગતમ દ્વાર સુધી ચલાવવામાં આવશે.
આ સ્થળો પર કરાઈ રહ્યું છે લાઈટિંગ
પિલરની ઉપર આકર્ષક લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. લતા ચોક ખાતે ડિજિટલ ડિસ્પ્લે સિસ્ટમ દ્વારા અયોધ્યામાં શ્રી રામના આગમન પ્રસંગના દર્શન ભક્તો કરી શકશે.
આ પણ વાંચો : દિવાળીના અવસર પર લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ કેમ થાય છે પૂજા? જાણો શું છે માન્યતા
આ ઉપરાંત રામકથા પાર્ક, રામ કી પૈડી, હનુમાન ગઢી, બિરલા મંદિર, ભજન સંધ્યા સ્થળ, તુલસી ઉદ્યાન, સરયુ બ્રિજ સહિતના સ્થળોએ લાઈટિંગ કરાઈ રહ્યું છે.