Get The App

અયોધ્યામાં સગીરા પર દુષ્કર્મ કરનારા સપા નેતાની બેકરી પર યોગી સરકારનું બુલડૉઝર ફરી વળ્યું

Updated: Aug 3rd, 2024


Google News
Google News
ayodhya-rape-case-bulldozer-ran-on-sp-leader-bakery


Ayodhya Rape Case: અયોધ્યાના ભાદરસામાં સગીર બાળકી પર બળાત્કારના મામલામાં યોગી સરકારે કડકાઈ દાખવી છે. પોલીસ સ્ટેશન ઓફિસર અને ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કર્યા બાદ હવે બળાત્કાર કેસના આરોપી સપા નેતાની ગેરકાયદેસર બેકરી પર બુલડોઝર ફેરવી દીધું છે. 

આરોપીની બેકરી પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું

શુક્રવારે પીડિતાની માતા મુખ્યમંત્રીને મળ્યા બાદ વહીવટી તંત્ર એકશનમાં આવ્યું હતું. એડીએમ પ્રશાસન, એસડીએમ સોહાવલ મામલતદાર, કાર્યકારી અધિકારી નગર પંચાયત ભાદરસા અંજુ યાદવ શહીદ પોલીસ ટીમની હાજરીમાં, બળાત્કારના મુખ્ય આરોપી એસપી નેતા મોઇદ ખાનની ગેરકાયદેસર બેકરી પર બુલડોઝર ફેરવી દીધા હતા. તેમજ આરોપી દ્વારા બેકરીની ઉત્તરે આવેલા તળાવ પાસેની અડધા હેકટરની જમીન પણ દબાવી લેવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા તેની દીવાલ પણ તોડી પાડવામાં આવી હતી. જે જગ્યા પર બેકરી છે તે જમીન જાનકી પ્રસાદની હોવાનું કહેવાય છે. 

આ પણ વાંચો: 'રામના કોઈ પૂરાવા નથી...': વધુ એક DMK નેતાનું વિવાદિત નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

શું છે આખો મામલો?

12 વર્ષની બાળકી ગર્ભવતી થતા મામલો સામે આવ્યો હતો. બાળકીને એક દિવસ પેટમાં દુખતા ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી. જેની તપાસમાં બાળકી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. 

મામલાની તપાસ થતા બાળકી પર ભાદરસાના સમાજવાદી પાર્ટીના નગર પ્રમુખ મોઈદ ખાન અને બેકરીમાં કામ કરતા કર્મચારી દ્વારા સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. એસએસપીએ ઘટના જાણકારી આપતા કહ્યું હતું કે, સપા નેતાએ પહેલા બાળકી પર બળાત્કાર કર્યો અને પછી તેનો વીડિયો બનાવ્યો હતો અને આ જ વીડિયો બતાવીને ધમકી આપીને બાળકી સાથે લગભગ અઢી મહિના સુધી બળાત્કાર આચર્યું હતું. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને મોઈદ ખાન અને રાજુ ખાનને જેલમાં મોકલી દીધા હતા.

આ પણ વાંચો: મોબાઈલ સર્વિસ ઠપ થશે તો ગ્રાહકોને મળશે વળતર, ટ્રાઈ લાવશે નવો નિયમ, જાણો ક્યારથી લાગુ થશે?

આ મામલાની ફરિયાદ કર્યાના 30 કલાક સુધી કોઈ જ કાર્યવાહી ન થતા વહીવટ તંત્ર પર સવાલો ઉઠ્યા હતા તેમજ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન પણ થયા હતા. તેમજ આરોપીને સ્થાનિક પોલીસ સાથે સારા સંબંધ હોવાનો આરોપ પણ લાગ્યો હતો. આ મામલામાં એસએસપી રાજકરણ નય્યરે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રતન કુમાર શર્મા અને ચોકીના ઈન્ચાર્જ અખિલેશ ગુપ્તાને સસ્પેન્ડ કરી દીધા છે. 

ત્યારબાદ સોહાવલના સબ-કલેક્ટર અશોક કુમાર સૈનીના નેતૃત્વમાં, રેવન્યુ ઈન્સ્પેક્ટર અને એકાઉન્ટન્ટની ટીમ ભાદરસા પહોંચી હતી. ત્યાં ગેંગરેપના આરોપી મોઇદ ખાનની ગેરકાયદેસર બેકરી પાસે મીટરિંગ કરીને શનિવારે બુલડોઝરથી તોડી પાડી હતી. 

અયોધ્યામાં સગીરા પર દુષ્કર્મ કરનારા સપા નેતાની બેકરી પર યોગી સરકારનું બુલડૉઝર ફરી વળ્યું 2 - image

Tags :
ayodhya-rape-casesp-leader-moeed-khanuttar-pradeshayodhyaUP-Police

Google News
Google News