Get The App

અયોધ્યામાં મક્કા અને વેટિકન સિટીના રેકોર્ડ તૂટ્યા, 48 દિવસમાં આટલા લોકોએ કર્યા રામલલાના દર્શન

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં મક્કા અને વેટિકન સિટીના રેકોર્ડ તૂટ્યા, 48 દિવસમાં આટલા લોકોએ કર્યા રામલલાના દર્શન 1 - image


Ayodhya Ram Mandir: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થયા ત્યારબાદ અયોધ્યાનો જૂનો વૈભવ પાછો આવી રહી છે. ત્રેતાની અયોધ્યાની પરિકલ્પના સાકાર થતી નજર આવી રહી છે અને હાલના દિવસોમાં દેશ-વિદેશના રામભક્તો મોટી સંખ્યામાં રામનગરીમાં રામલલાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, દરરોજ લગભગ દોઢથી બે લાખ લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. રજાઓ દરમિયાન આ સંખ્યા અનેક ગણી વધી જાય છે. આ સાથે ત્રીજ-તહેવાર દરમિયાન પણ રામ ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. રામ મંદિરની સાથે જ રામનગરી અયોધ્યા વિશ્વના નકશા પર સ્થાપિત થઈ ગઈ છે. 

રામનગરી અયોધ્યા ધાર્મિક રાજધાની તરીકે ઉભરી રહી છે. ભગવાન રામલલા 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા હતા. ત્યારથી લાખોની સંખ્યામાં રામ ભક્તો રામનગરી પહોંચી રહ્યા છે. જો છેલ્લા 2 મહિનાની વાત કરીએ તો એક કરોડથી વધુ લોકોએ રામલલાના આશીર્વાદ લઈ ચૂક્યા છે. સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં ભક્તો કોઈ ધાર્મિક સ્થાને નથી પહોંચ્યા. ખ્રિસ્તીઓનું સૌથી મોટું ધાર્મિક સ્થળ વેટિકન સિટીની દર વર્ષે લગભગ 90 લાખ લોકો મુલાકાત લે છે જ્યારે સ્લિમોના સૌથી મોટા પવિત્ર સ્થળ મક્કામાં ગત વર્ષે 1 કરોડ 35 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. રામ મંદિરની વાત કરીએ તો અંહી દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને આવી સ્થિતિમાં માત્ર દોઢથી બે મહિનામાં જ લગભગ એક કરોડ લોકોએ રામલલાના આશીર્વાદ લીધા છે.

રોજગારીની તક પણ વધી

આ આંકડા ત્યારના છે જ્યારે 22 જાન્યુઆરીએ રામલલા બિરાજમાન થયા અને તેના બે મહિનાની અંદર જ આટલી મોટી સંખ્યામાં રામ ભક્તોએ રામનગરીમાં તેમની હાજરી નોંધાવી હતી. જેના કારણે રામનગરીનો ધંધો તો વિસ્તરી જ રહ્યો છે પરંતુ તેની સાથે રામનગરીની આસપાસ રહેતા લોકોને રોજગારીની અન્ય તકો પણ મળી રહી છે. રામનગરીમાં જ્યાં માત્ર બે જ મહિનામાં એક કરોડથી વધુ લોકોએ દર્શન અને પૂજા-અર્ચના કરી છે તો કલ્પના કરો કે બાકીના 10 મહિનાના આંકડા શું હશે.

અયોધ્યા આધ્યાત્મિક રાજધાની

પ્રવાસન અધિકારી રાજેન્દ્ર પ્રસાદ યાદવે જણાવ્યું કે, અયોધ્યામાં પ્રવાસનનો સતત વિકાસ થઈ રહ્યો છે. ગત 22મી જાન્યુઆરીથી એટલે કે જ્યારથી રામલાલ બિરાજમાન થયા ત્યારથી 10મી માર્ચ સુધીમાં લગભગ એક કરોડ રામ ભક્તોએ રામલાલના દર્શન કર્યા હતા. હાલમાં દરરોજ એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓ રામલાલના દર્શન કરી રહ્યા છે. શરૂઆતના દિવસોમાં રામ ભક્તોની સંખ્યા ચાર લાખથી અઢી લાખ સુધીની હતી. હાલમાં દરરોજ એકથી દોઢ લાખ ભક્તો રામલલાના દર્શન કરી રહ્યા છે. પ્રવાસન અધિકારીએ કહ્યું કે અયોધ્યા આધ્યાત્મિક રાજધાની બની ગઈ છે. અયોધ્યામાં રામભક્તોનો ધસારો એટલો બધો છે કે તેમના કારણે તમામ હોટેલો ફૂલ  છે. તમામ ફ્લાઈટ્સ બુક છે. અયોધ્યાનું પ્રવાસન સતત વધી રહ્યું છે. વિદેશી નાગરિકો અને અપ્રવાસી ભારતીયોનું આગમન પણ શરૂ થઈ ગયું છે.

સવા કરોડ લોકોએ કર્યા દર્શન: ટ્રસ્ટનો દાવો

રામ મંદિર ટ્રસ્ટના કેમ્પ ઓફિસ ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ દાવો કરતા કહ્યું કે, સરકારી આંકડાઓનું માનીએ તો 1 કરોડ 25 લાખથી વધુ રામ ભક્તોએ રામ લલ્લાના દર્શન અને પૂજા કરી છે. ભૂતકાળમાં ભારત વિશ્વ ગુરૂ  હતો જેની રાજધાની અયોધ્યા હતી. આવું જ કંઈક ફરી થઈ રહ્યું છે. હિન્દુ સમાજ માટે આ ખૂબ જ સારી વાત છે. પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે ભારત માટે આનાથી વધુ સારી બાબત કોઈ હોઈ જ ન શકે. પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે મક્કા મદીનામાં લોકો માત્ર હજ દરમિયાન જ જાય છે અને ખ્રિસ્તી ધાર્મિક સ્થળ પર પણ ખાસ તહેવારો પર જલોકો જાય છે. જ્યારે અયોધ્યામાં દરરોજ લગભગ 2 લાખ લોકો આવી રહ્યા છે. જ્યારે રામલલાની જન્મજયંતિ દરમિયાન એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, દરરોજ રામભક્તોની સંખ્યા 5 થી 10 લાખ રહેશે જે રામલલાના દર્શન કરશે. 

આવી રીતે થાય થે શ્રદ્ધાળુઓની ગણતરી

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિરમાં રામ ભક્તોની ગણતરી ટેક્નોલોજીના આધારે કરવામાં આવે છે. સીસીટીવી કેમેરામાં એવા ઘણા સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે જેના દ્વારા આંકડાની ગણતરી કરવામાં આવે છે. રામ ભક્તો દરરોજ 14 કલાક રામ મંદિરમાં રામલલાના દર્શન કરે છે. દરરોજ સવા લાખથી દોઢ લાખ લોકો આવી રહ્યા છે. એક સામાન્ય રામ ભક્તને દર્શન અને પૂજા કરવામાં એક કલાકનો સમય લાગે છે. ચંપત રાયે જણાવ્યું કે, 48 દિવસમાં અંદાજે 1થી 1.25 કરોડ રામ ભક્તોએ દર્શન અને પૂજા-અર્ચના કરી છે.


Google NewsGoogle News