રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા બન્યું ડેસ્ટીનેશન વેડિંગની પ્રથમ પસંદ
Destination Weddings in Ayodhya : લગ્ન સીઝનમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ કરતા ધર્મનગરી અયોધ્યાની હોટેલો,બેન્કવેટ અને મેરેજ લોનમાં વધુ રોનક જોવા મળી છે. અયોધ્યામાં ફાઈવ સ્ટાર હોટલ પંચવટી, રામાયણ, શાન-એ-અવધમાં આગામી કેટલાક મહિનાઓ સુધી ફૂલ બુકિંગ થઇ ગયું છે. શહેરના અન્ય હોલ અને મેરેજ લોનમાં પણ આ જ સ્થિતિ છે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ફક્ત લગ્નોની પેટર્ન જ નથી બદલી પરંતુ ડેસ્ટીનેશન મેરેજ કરનારાઓની પસંદમાં પણ ફરક જોવા મળ્યો છે. સામાન્ય રીતે આગ્રા,ઝાંસી જેવા ઐતિહાસિક અને કાર્બેટ અને દુધવા જેવા વન્યજીવ અભ્યારણો પાસે ડેસ્ટીનેશન મેરેજ કરતા લોકોની પ્રથમ પસંદ અયોધ્યા, વારાણસી અને મથુરા બની ગયું છે. ધાર્મિક શહેરોમાં લગ્ન માટે લોકોની પ્રથમ પસંદ હવે અયોધ્યા છે. અયોધ્યામાં હજી પુરતી હોટલ, રિસોર્ટ, ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ ન હોવાને કારણે લોકો લખનૌ-અયોધ્યા રોડ પર બનેલા મેરેજ લોનની પણ જબરદસ્ત બુકિંગ કરાવી રહ્યા છે.
અયોધ્યાની સાથે વારાણસી પણ લોકોનું ફેવરિટ ડેસ્ટિનેશન મેરેજ વેન્યુ બની રહ્યું છે. આ વખતે સહલાગમાં સ્થાનિક ઉપરાંત બહારથી મોટી સંખ્યામાં લોકો લગ્ન કરવા વારાણસી આવી રહ્યા છે. વારાણસીમાં લગ્નોમાં સજાવટનું કામ કરતા સંતોષ રાયના જણાવ્યા અનુસાર કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ અને ગંગા ઘાટ પર ભવ્ય આરતીની શરૂઆત પછી આ ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. તેમનું કહેવું છે કે જૂના શહેરમાં કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા ઘાટ પાસે ભવ્ય અને મોટા લગ્નો માટે બહુ ઓછી જગ્યાઓ છે અને જે ત્યાં છે તે ઘણી મોંઘી છે. આ સ્થિતિમાં લોકો લગ્ન માટે વારાણસી એરપોર્ટ નજીકના મેરેજ લૉનને પસંદ કરી રહ્યા છે અને કાશી વિશ્વનાથની થીમ પર શણગારની ડીમાંડ કરે છે.
હાલમાં જ અયોધ્યામાં લગ્નના આયોજનનું કામ શરૂ કરનાર દીપક સિંહનું કહેવું છે કે, શહેરમાં માંગ પ્રમાણેની સુવિધા નથી. ડેકોરેશન માટે ઘણી વસ્તુઓ બહારથી લાવવી પડે છે. ભવ્ય લગ્નો માટે અયોધ્યામાં ભાગ્યે જ એક ડઝન જેટલી સારી હોટેલ્સ છે અને મોટાપાયે બુકિંગ આવી રહ્યા છે. લગ્નો માટે લોકો સુલતાનપુર, લખનૌ અને બસ્તી રોડ પર બનેલા મેરેજ લૉન અથવા રિસોર્ટ તરફ વળ્યા છે. જો કે, તેમનું કહેવું છે કે પ્રાણ પ્રતિષ્ઠા પછી સહલાગમાં માંગમાં વધારો થવાને કારણે અને લગ્ન માટે અહીં બહારથી આવતા લોકો માટે બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દીપક કહે છે કે અયોધ્યા અને લખનૌની આસપાસથી ડેકોરેશન માટે ફૂલોની માંગ પૂરી નથી થઈ રહી અને તેને વારાણસી અથવા કોલકાતાથી લાવવા પડશે તેવી શક્યતા છે. આ સિવાય બિહારથી મોટા લગ્નો માટે ડેકોરેશન કરનારા કારીગરોને બોલાવવામાં આવી રહ્યા છે.
લખનૌના શમ્સી સન્સ ઉત્તર પ્રદેશના પ્રખ્યાત વેડિંગ પ્લાનર છે. તેમની પાસે રામ મંદિરની થીમ પર સજાવટની બુકિંગ આવી રહી છે. વેડિંગ પ્લાનર રજનીશ માથુરના જણાવ્યા અનુસાર આ સહલાગમાં મોટા પ્રમાણમાં લગ્નોની થીમ રામ મંદિર છે. લોકોને જયમાલ સ્થળ અથવા વિવાહ મંડપમાં બેકડ્રોપમાં રામ મંદિરનું મોડેલ જોઈએ છે. આ ઉપરાંત સારા બજેટ વાળા લોકો સમગ્ર વિવાહ સ્થળને પૌરાણિક લુક આપવાની માંગ કરી રહ્યા છે.