Get The App

આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ, 3 વર્ષ બાદ શરૂ થશે પ્રથમ બુલેટ ટ્રેન !

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી યોગીએ અયોધ્યા એરપોર્ટનું નિરીક્ષણ કર્યું

સિંધિયાએ કહ્યું, હાલ દેશમાં દોડી રહેલી 23 વંદે ભારત ટ્રેનની સંખ્યા 2047 સુધીમાં વધારી 4500 કરાશે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ, 3 વર્ષ બાદ શરૂ થશે પ્રથમ બુલેટ ટ્રેન ! 1 - image

નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, શુક્રવાર

અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અહીં પહોંચવા માટે એરપોર્ટ અને બુટેલ ટ્રેન પ્રોજેક્ટની પણ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે. ભારત સરકાર અયોધ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે સતત ધ્યાન આપી રહી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે જણાવ્યું કે, ત્રણ વર્ષની અંદર બુલેટ ટ્રેનનું પ્રથમ સેક્શન શરૂ થઈ જશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, દેશમાં 2047 સુધીમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારીને 4500 કરવાની યોજના છે. તેમણે કહ્યું કે, આજે ભારતમાં 23 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે, 2047 સુધીમાં સંખ્યા વધારી 4500 કરીશું.

ટુંક સમયમાં તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, અયોધ્યામાં બની રહેલા મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ કરવાનું કામ આ મહિનાના અંત સુધીમાં પુરી કરી દેવાશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, જાન્યુઆરીમાં શ્રીરામ નગરીમાં આવનારા ભક્તોના સ્વાગત માટે અયોધ્યા એરપોર્ટ તૈયાર થઈ જશે. તેમણે કહ્યું કે, મેં તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અયોધ્યા એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ મહિનાના અંત સુધીમાં એરપોર્ટ સંપૂર્ણ તૈયાર થઈ જશે. આ પ્રોજેક્ટનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ અને ઉડ્ડયન સેવાનું ઉદઘાટન કરશે.

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે નિર્માણ કાર્યની તસવીર શેર કરી

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આજે મંદિરના નિર્માણ કાર્ય અંગેની તસવીરો શેર કરાઈ છે, જેમાં શ્રમિકો દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે કામગીરીની તસવીરો શેર કરવામાં આવતી હોય છે. અને આજે પણ ટ્રસ્ટે નિર્માણ કામગીરીની તસવીરો શેર કરી ભક્તોને મહત્વની માહિતી આપી છે.

શ્રી રામલલાની 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા

ઉલ્લેખનિય છે કે, અયોધ્યામાં ભગવાન રામલલા (Ram Lala)ના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ જાહેર થઈ ગઈ છે. રામલલા 22 જાન્યુઆરીએ નવા બનાયેલ રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ વસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ ઉપસ્થિત રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) ગઈકાલે આ અંગેની માહિતી આપી છે. મહાસચિવ ચંપત રાયે ગઈકાલે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેંન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું છે. PM મોદીએ આમંત્રણ સ્વિકારવાની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પણ નિર્ધારીત થઈ ગઈ છે.

લગભગ 8000 મહાનુભાવો હાજરી આપશે

પવિત્ર મંદિર જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. આ ખાસ કાર્યક્રમ માટે પ્રતિષ્ઠિત ક્રિકેટ જોડી ઉપરાંત લગભગ 8000 મહાનુભાવોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. રામ લલ્લાની પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત, ભારત રત્ન સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક વિશેષ હસ્તીઓ હાજરી આપશે.


Google NewsGoogle News