Get The App

અયોધ્યાના ADMનું રહસ્યમય સંજોગોમાં મોતથી ખળભળાટ, રૂમમાં મળ્યો મૃતદેહ

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
અયોધ્યાના ADMનું રહસ્યમય સંજોગોમાં મોતથી ખળભળાટ, રૂમમાં મળ્યો મૃતદેહ 1 - image


ADM Law and Order Surjeet Singh dies In Ayodhya: ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ (ADM) લો એન્ડ ઓર્ડર સુરજીત સિંહનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. સુરજીત સિંહ કોતવાલી નગરની સુરસારી કોલોનીમાં તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

એડીએમ સુરજીત ક્યાં રહેતા હતા?

એડીએમ સુરજીત સિંહ કોતવાલી નગરની સુરસારી કોલોનીમાં સિવિલ લાઈન્સમાં રહેતા હતા. તેમના ઘરના એક રૂમના ફ્લોર પર બધે લોહી ફેલાયેલું જોવા મળ્યું હતું. જોકે પોલીસ હજુ કંઈ કહેવા તૈયાર નથી. મોતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

નોકરાણીએ મૃતદેહ જોયો 

માહિતી મુજબ એડીએમનો આખો પરિવાર કાનપુરમાં રહે છે. તેમણે ભોજન રાંધવા માટે એક નોકરણી રાખી હતી. દરરોજની જેમ ગુરુવારે સવારે જ્યારે નોકરાણી ભોજન બનાવવા માટે આવી ત્યારે આ દૃશ્ય જોઈને તેણે ચીસાચીસ કરી દીધી હતી. તેણે જોયું કે એડીએમનો મૃતદેહ રૂમમાં પડ્યો હતો. નોકરાણીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ હોબાળો મચતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


Google NewsGoogle News