Video : કેદારનાથ ધામની નજીક પહાડ પર ભયાનક હિમસ્ખલનના દૃશ્યો આવ્યા સામે, સદભાગ્યે જાનહાનિ નહીં
આ ઘટનાથી કોઈ નુકસાનના સમાચાર નથી
આજે સવારે કેદારનાથ મંદિરની પાછળ સુમેરુ પર્વતના પહાડો પર હિમસ્ખલન થયો હતો. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી કોઈ નુકસાનના સમાચાર નથી. સુમેરુ પર્વત પરથી સવારે 7.30 વાગ્યે હિમસ્ખલન થયાના સમાચાર મળી રહ્યા છે. આ દરમિયાન લોકો અહીં ઘટનાના વીડિયો બનાવવા લાગ્યા હતા.
આ વર્ષે મે મહિનામાં પણ હિમસ્ખલન થયું હતું
હિમાલયના ઉચ્ચ પ્રદેશમાં વારંવાર હિમસ્ખલન થાય છે. કેદારનાથ ધામમાં આ વર્ષે મે મહિનામાં પણ હિમસ્ખલન થયું હતું. જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ હિમસ્ખલનની ત્રણ ઘટનાઓ બની હતી. સાથે જ સરસ્વતી નદીના જળસ્તરમાં વધારો થયો છે.
ચોરાબારી ગ્લેશિયર ઝોનમાં હિમસ્ખલન થયો હતો
અગાઉ જૂન મહિનામાં કેદારનાથમાં ચોરાબારી ગ્લેશિયર ઝોનમાં હિમસ્ખલન થયું હતું. જેના કારણે લાંબા સમય સુધી બરફવર્ષા થઇ હતી. આ દરમિયાન કેદારનાથ ધામમાં હાજર અનેક શ્રદ્ધાળુઓએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. છેલ્લા દસ મહિનામાં હિમસ્ખલનની આ પાંચમી ઘટના છે. ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ જ વિસ્તારમાં હિમસ્ખલન થયો હતો.