કાશ્મીરમાં સૌથી વધુ ખર્ચ કોણ, કેટલો કરે છે ? ભારત કે પાકિસ્તાન, મુદ્દે ચર્ચાયો
કલમ-370 નાબુદ કર્યા બાદ પાક. અધિકૃત કાશ્મીરમાં ભારત વધુ ખર્ચ કરી રહ્યું છે
કાશ્મીરમાં શિક્ષણ પાછળ પણ ભારત પાકિસ્તાન કરતા 9 ઘણો વધુ ખર્ચ કરે છે
અમદાવાદ, તા. 11 નવેમ્બર 2022, શુક્રવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનો મુદ્દો વર્ષોથી ચાલ્યો આવે છે. જોકે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે તો ભારત વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે વિશ્વના અન્ય ભાગોમાં ચર્ચા થઈ રહી છે કે, પાકિસ્તાન જેટલો ખર્ચ POK માટે કરે છે, તેથી 16 ઘણો વધુ ખર્ચ ભારત જમ્મુ-કાશ્મીર પર ખર્ચ કરી રહ્યું છે. ઓગસ્ટ-2019માં કલમ-370 હટાવી દીધા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ભારત પાકિસ્તાન કરતા 16 ઘણો વધુ ખર્ચ કરી રહ્યું છે.
ભારતના વિકાસ કાર્યોની ભરપૂર પ્રશંસા
ઓસ્ટ્રિયાના SPO (સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી) સાથે કાશ્મીર કલ્ચરલ સેન્ટર (વિયેના) દ્વારા આ મુદ્દ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત વક્તાઓએ બંને કાશ્મીરના વિકાસની સરખામણી કરી અને ભારતના વિકાસ કાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી.
શિક્ષણ પર પણ ખુબ ભાર આપે છે ભારત
કાશ્મીર કલ્ચરલ સેન્ટર (વિયેના)ના પ્રમુખ નઈમ ખાને કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચે સામાજીક અને આર્થિક વિકાસની તુલના જોવા મળી છે. તેમણે કહ્યું કે, કાશ્મીર અને પીઓકે માટે ખર્ચ કરાતા બજેટની વાત કરીએ તો બંનેના બજેટમાં ગણું મોટું અંતર છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા ખર્ચ કરાતી રકમ કરતા ભારત કાશ્મીરમાં 16 ઘણો વધુ ખર્ચ કરે છે. એટલું જ નહીં ભારત શિક્ષણ પર પણ ખુબ ભાર આપે છે અને કાશ્મીરમાં શિક્ષણ પાછળ પાકિસ્તાન કરતા 9 ઘણો ખર્ચ કરે છે. નઈમ ખાને ભારપૂર્વક જણાવ્યું કે, ગત બે વર્ષ દરમિયાન ભારત સરકારનું સંપૂર્ણ ધ્યાન જમ્મુ-કાશ્મીરના સામાજીક અને આર્થિક વિકાસ પર રહ્યું છે.