અતુલ સુભાષની પત્ની અને સાસુની થશે ધરપકડ! બેંગલુરુ પોલીસે જૌનપુરમાં ઘર પર લગાવી નોટિસ
Image: Facebook
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ સુસાઈડ કેસની તપાસ માટે બેંગલુરુ પોલીસની એક ટીમ યુપીના જોનપુર પહોંચી ગઈ છે. જોનપુર શહેરના ખોયા મંડી વિસ્તારમાં અતુલની સાસરી છે, જ્યાં પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અને અન્ય લોકો રહે છે. જોકે, જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને નિકિતાના ઘરે તાળું જોવા મળ્યું કેમ કે નિકિતાના માતા નિશા અને તેનો ભાઈ અનુરાગ એક દિવસ પહેલા જ ઘર બંધ કરીને રાતના અંધારામાં ક્યાંય નીકળી ગયા હતા. દરમિયાન પોલીસે ઘરે નોટિસ લગાવી દીધી છે.
આજે બેંગલુરુ પોલીસની ટીમ જોનપુરની સ્થાનિક પોલીસની સાથે તપાસ માટે નીકળી જ્યાં લોકલ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. બેંગલુરુ પોલીસની ટીમમાં ચાર સભ્ય છે. તેમાં એક મહિલા પોલીસ કર્મચારી પણ સામેલ છે. આ તમામ અતુલ સુભાષ કેસમાં તપાસ કરવા અતુલની સાસરી જોનપુર આવ્યા છે. જોકે, હજુ અતુલના સાસરિયાની જાણકારી નથી. તેમના ઘરે તાળું છે.
બેંગલુરુ પોલીસ ધરપકડ કરી શકે છે
અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના મામલે જોનપુર પહોંચેલી બેંગલુરુ પોલીસે પોતાની પેપર કાર્યવાહી પૂરી કર્યાં બાદ નિકિતા સિંઘાનિયા, નિશા સિંઘાનિયાના ઘરે નોટિસ લગાવી દીધી છે. નોટિસમાં લખ્યું છે કે બેંગલુરુમાં નોંધાયેલા કેસમાં પોતાનું નિવેદન નોંધાવવું.
કારણ કે બેંગલુરુમાં મૃતક અતુલ સુભાષના ભાઈની તરફથી આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયેલો છે. જેમાં પુરાવા એકત્ર કરીને આરોપીના નિવેદન નોંધાવ્યા બાદ ધરપકડની જોગવાઈ છે. જો આરોપી પોલીસની સામે નિવેદન નોંધાવતાં નથી તો પોલીસ તેમની ધરપકડ પણ કરી શકે છે. નિવેદન નોંધાવવા માટે 3 દિવસનો સમય આપ્યો છે.
અતુલ સુભાષની આત્મહત્યાના મામલે તેમની પત્ની નિકિતા સિંઘાનિયાની સાથે સાસુ નિશા સિંઘાનિયાને પણ આરોપી બનાવાઈ છે. દરમિયાન મહિલાઓની પૂછપરછ માટે બેંગલુરુ પોલીસ પોતાની સાથે એક મહિલા પોલીસ કર્મચારીને પણ લઈને સાથે આવી છે. હાલ આરોપીઓની તપાસ ચાલુ છે.
અતુલના સાસરિયા ફરાર
અતુલે પોતાની પર દહેજથી લઈને હત્યા સહિત 9 મામલા નોંધાવાના કારણે સુસાઈડ માટે ઉશ્કેરવાનો આરોપ પોતાની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા, પત્નીના ભાઈ અનુરાગ અને પત્નીના કાકા સુશીલ પર લગાવ્યો છે. દરમિયાન તપાસ કરવા માટે સબ ઈન્સ્પેક્ટર રંજીત કુમારના નેતૃત્વમાં બેંગલુરુ પોલીસની એક ટીમ ગુરુવારે જોનપુર પહોંચી છે.
નિકિતા સિંઘાનિયાના માતા નિશા સિંઘાનિયા અને તેનો ભાઈ રાતના અંધારામાં પોતાના ઘરે તાળું લગાવીને જતાં નજર આવ્યા. આ દરમિયાન મીડિયાના સવાલોથી બચતાં અતુલના સાસુ નિશા સિંઘાનિયાનો વીડિયો પણ સામે આવ્યો હતો. તે રિપોર્ટરની સામે હાથ જોડી રહ્યાં હતાં પરંતુ કોઈ પણ સવાલનો જવાબ આપ્યો નહીં અને પછી તે બાઈક પર બેસીને જતાં રહ્યાં.
મોડી રાત્રે ઘરેથી બાઈકથી નીકળ્યા બાદ નિકિતાના માતા અને ભાઈ એક હોટલમાં થોડો સમય રોકાયા હતા. જ્યાં તે રિસેપ્શન પર પહોંચીને સોફા પર થોડો સમય બેસ્યાં રહ્યાં. હોટલના મેનેજરે કહ્યું, તે ખૂબ ઉદાસ હતા અને બેસીને રડી રહ્યાં હતાં. તે બાદ તેમને ગરમ પાણી ઓફર કરવામાં આવ્યું. થોડા સમય બાદ પછી હોટલની બહાર એક ગાડી આવી અને નિકિતાના માતા તેમાં બેસીને ક્યાંક નીકળી ગયા. તેમના હોટલમાં જતાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સાસરિયાથી પરેશાન અતુલ સુભાષે કર્યું સુસાઈડ
બિહારના સમસ્તીપુરના અતુલ સુભાષે આત્મહત્યાથી પહેલા 24 પાનાની સુસાઈડ નોટ લખી. આ સિવાય 81 મિનિટનો વીડિયો પણ બનાવ્યો હતો જે ખરેખર તેમની ત્રસ્ત માનસિક સ્થિતિને સ્પષ્ટ દર્શાવે છે. તેમાં તેમણે પોતાની આખી વ્યથા કહી છે. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું, 'મારા જ ટેક્સના રૂપિયાથી આ કોર્ટ, આ પોલીસ અને આખી સિસ્ટમ મને અને મારા પરિવાર અને મારા જેવા અન્ય પણ લોકોને પરેશાન કરશે અને હું જ નહીં રહું તો ના તો રૂપિયા હશે અને ના મારા માતા-પિતા, ભાઈને પરેશાન કરવાનું કોઈ કારણ હશે.'