અતુલ સુભાષ આપઘાત કેસ: પત્ની નિકિતા અને સાસુ સહિત ત્રણ આરોપીઓને જામીન
Atul Subhash suicide case: બેંગલુરુના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલી તેમની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનિયાને સિટી સિવિલ કોર્ટે જામીન આપ્યા છે. આ ત્રણ પૈકી નિકિતાને પોલીસે ગુરુગ્રામથી અને તેની માતા અને ભાઈની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી.
કેસમાં મૃત્યુ પહેલા અતુલે 27 પાનાની સુસાઈડ નોટ લખી હતી
નિકિતા અને તેના પરિવાર પર અતુલને હેરાન કરવાનો આરોપ છે. આ કેસમાં મૃત્યુ પહેલા અતુલે 27 પાનાની સુસાઈડ નોટ લખી હતી. આ સાથે એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.
બેંગલુરુ કોર્ટના આદેશ બાદ નિકિતા, નિશા અને અનુરાગ સિંઘાનિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી તેણે પોતાના વકીલ મારફતે કોર્ટમાં જામીન અરજી કરી હતી. બેંગલુરુ પોલીસે તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને 3(5) હેઠળ કેસ નોંધ્યો છે. આમાં BNSની કલમ 3(5) કહે છે કે જ્યારે અનેક વ્યક્તિઓ એકસાથે એક જ ઈરાદાથી ગુનો કરે છે, તો બધાની જવાબદારી સમાન છે.
તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.
સાથે જ આત્મહત્યા માટે ઉશ્કેરવા પર કલમ 108 લગાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કોઈને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષી સાબિત થાય છે, તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.