ટૉલ પ્લાઝા પર વાહનચાલકો સાથે છેતરપિંડીની અનોખો કિસ્સો, આવી રીતે કરે છે ડબલ વસૂલાત
વાહન પર લાગેલા ફાસ્ટેગમાં પૈસા હોવા છતા તેને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે છે
વાહન ચાલકો પાસેથી ડબલ ટૉલ ટેક્સ વસુલ કરવામાં આવે છે
Image Social Media |
તા. 7 જાન્યુઆરી 2024, રવિવાર
જો તમારી ગાડીમાં પણ ફાસ્ટેગ લગાવેલ હોય અને હાઈવે પર એક્સપ્રેસવે પર મુસાફરી કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો, નહીંતર ટૉલ પ્લાઝા પર કરવામાં આવતી છેતરપિંડીનો શિકાર બની શકો છો. મળતી માહિતી પ્રમાણે ગાઝિયાબાદના નેશનલ હાઈવે 9 પર આવેલા છિજારસી ટૉલ પ્લાઝા પર ટૉલ વસુલવાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનો આરોપ છે. આ ટૉલ પ્લાઝા પર ફાસ્ટેગને બ્લેકલિસ્ટમાં નાખીને ટૉલના કર્મચારીઓ વાહન ચાલકો પાસેથી ડબલ ટૉલ ટેક્સ વસુલ કરે છે.
વાહન ચાલકો પાસેથી ડબલ ટૉલ ટેક્સ વસુલ કરવામાં આવે છે
વાહન પર લાગેલા ફાસ્ટેગમાં પૈસા હોવા છતા તેને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે છે, ત્યાર બાદ વાહન ચાલકો પાસેથી ડબલ ટૉલ ટેક્સ વસુલ કરવામાં આવતો હતો. ટોલ પ્લાઝા પર કરવામાં આવતા આ છેતરપિંડી સામે જો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો ટૉલના કર્મચારીઓ બદતમીજી પર આવી જાય છે.
વાહન ચાલકોએ NHAI ની હેલ્પલાઈન નંબર પર આ વિશે ફરિયાદ કરી છે
ગાઝિયાબાદથી સટા છિજારસી પર ટૉલ પ્લાઝા છે. અહીંથી હાપુડ, રામપુર, બરેલી, મુરાદાબાદ, નૈનિતાલ અને લખનઉ તરફ રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આરોપ છે કે જ્યારે ચાલક ટૉલ પ્લાઝા પર આવે છે ત્યારે તેને ફાસ્ટેગને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે છે અને તેમના એકાઉન્ટમાં પૈસા ન હોવાની વાત કરવામાં આવે છે. આ સમયે ટૉલ કર્મચારીઓ તેમની મદદ પણ નથી કરતા. જો કે, આ બાબતે વાહન ચાલકોએ NHAI ની હેલ્પલાઈન નંબર પર આ વિશે ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો હજુ કોઈ સમાધાન આવ્યું નથી.