Get The App

દિલ્હી ફરી શર્મસાર...પરિવાર છોડીને આવેલી યુવતીને હેવાને પીંખી નાખી, રસ્તા પર ફેંકી ગયો

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
દિલ્હી ફરી શર્મસાર...પરિવાર છોડીને આવેલી યુવતીને હેવાને પીંખી નાખી, રસ્તા પર ફેંકી ગયો 1 - image


Attempted Molestation In Delhi: દિલ્હીને ફરી એકવાર શર્મસાર કરતી ઘટના સામે છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના સરાય કાલે ખાનમાં શુક્રવારે (11મી ઓક્ટોબર) યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. યુવતીને ગંભીર હાલતમાં AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે પીડિતને મેડિકલ તપાસ બાદ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી. જોકે, હજુ યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું નથી.

પોલીસે દુષ્કર્મ ગુનો નોંધી તપાસ શરૂ કરી 

અહેવાલો અનુસાર, પોલીસે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે અને આરોપી વિશે જાણવા માટે યુવતીની પૂછપરછ કરવામાં આવશે. શુક્રવારે (11મી ઓક્ટોબર) સવારે એક રાહદારીએ પોલીસને યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. પીસીઆર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસકર્મીઓએ પીડિતને હોસ્પિટલમાં દાખલ કરી. જ્યાં તપાસમાં યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો: '17000 કર્મચારીની છટણી, કાર્ગો પ્લેનનું પ્રોડક્શન બંધ કરીશું...' જાણીતી કંપની બોઈંગનો નિર્ણય


યુવતી મૂળ ઓડિશાની

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી મૂળ ઓડિશાની છે. લગભગ એક વર્ષ પહેલા તે તેના પરિવારને જાણ કર્યા વગર દિલ્હી આવી હતી. લગભગ બે મહિના પહેલા તે પોલીસને કતવારિયા સરાયમાંથી મળી આવી હતી. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, પરંતુ યુવતી પરિવાર સાથે ગઈ ન હતો. બાદમાં તે ન તો પોલીસ અને પરિવારના સંપર્કમાં ન હતી. ક્યારેક એટીએમની બહાર સૂઈ જતી હતી. જો કે, યુવતી માનસિક રીતે અસ્વસ્થ લાગે છે. તે પોલીસને ઘટના જણાવવામાં પણ મદદ કરી રહી નથી.

દિલ્હી ફરી શર્મસાર...પરિવાર છોડીને આવેલી યુવતીને હેવાને પીંખી નાખી, રસ્તા પર ફેંકી ગયો 2 - image


Google NewsGoogle News