Get The App

રામ મંદિરમાં ભીડ બેકાબુ, બેરિકેડ્સ તૂટ્યા, પોલીસનો લાઠીચાર્જ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે

ગઈકાલે પ્રાણપ્રતિષ્ઠા બાદ આજે શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લુ મુકાતા ભારે ભીડ ઉમટી

ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ દોડી આવી, મંદિર તરફ ન આવવા અને શાંતિ જાળવવા ભક્તોને તંત્રની અપીલ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
રામ મંદિરમાં ભીડ બેકાબુ, બેરિકેડ્સ તૂટ્યા, પોલીસનો લાઠીચાર્જ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે 1 - image


Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે મંદિર ખુલ્લુ મુકાતા ભારે ભીડ ઉમટી પડી છે. મંદિર અને પરિસર ખીચોખીચ ભરાઈ જતા પોલીસે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન ભીડ બેકાબુ બનતા પોલીસે લાઠીચાર્જ કરી કોઈપણ પ્રકારે શ્રદ્ધાળુઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ મંદિર પહોંચી

સુરક્ષાને ધ્યાને રાખી કમિશનર, આઈજી અને એડીજી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા તેમજ નાસભાગ ન કરવા અપીલ કરી રહ્યા છે. ડીજી પ્રશાંત કુમાર અને ગૃહ પ્રમુખ સચિવ સંજય પ્રસાદ પણ ત્યાં પહોંચી ગયા છે, તેઓ પણ ભીડને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભીડ વધતા અયોધ્યા તરફ આવતા વાહનો અટકાવાયા

મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે, તો હજુ પણ લાખો શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા મંદિર તરફ આવી રહ્યા છે. જોકે સ્થિતિને ધ્યાને રાખી અયોધ્યા આવતા વાહનો અટકાવાઈ રહ્યા છે. અયોધ્યામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારે ભારે ભીડની માહિતી આપી અટકાવવામાં આવી રહ્યા છે અને અન્ય દિવસોમાં દર્શન કરવા આવવા અપીલ કરવામાં આવી રહી છે.

સ્થિતિ જાળવવા SSB-RAFનો કાફલો ખડકાયો

પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થતાં મોડી રાતથી જ મંદિરે ભીડ ઉમટી રહી છે. મંદિર ખુલતાં જ લોકો રામલલાના દર્શન કરવા આતુર થઈ ગયા છે. સવારે 11.00 કલાકે મંદિર બંધ કરાયા બાદ ભીડનો ધસારો વધ્યો છે. જ્યારે 2.00 વાગે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે રામપથ પર ભક્તો બેકાબુ થઈ ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી ત્યાં પોલીસનો કાફલો પણ ખડકાયો છે, પરંતુ ભક્તોનો ધસારો વધતા સ્ટાફ માટે પણ સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ છે. શ્રદ્ધાળુઓને કાબુમાં લેવા એસએસબી અને આરએએફના જવાનો પણ તમામ પ્રયાસો કરી રહ્યા છે.

સ્થિતિ જાળવવા SSB-RAFનો કાફલો ખડકાયો

પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થતાં મોડી રાતથી જ મંદિરે ભીડ ઉમટી રહી છે. મંદિર ખુલતાં જ લોકો રામલલાના દર્શન કરવા આતુર થઈ ગયા છે. સવારે 11.00 કલાકે મંદિર બંધ કરાયા બાદ ભીડનો ધસારો વધ્યો છે. જ્યારે 2.00 વાગે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે રામપથ પર ભક્તો બેકાબુ થઈ ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી ત્યાં પોલીસનો કાફલો પણ ખડકાયો છે, પરંતુ ભક્તોનો ધસારો વધતા સ્ટાફ માટે પણ સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ છે. શ્રદ્ધાળુઓને કાબુમાં લેવા એસએસબી અને આરએએફના જવાનો પણ તમામ પ્રયાસો કરી રહ્યા છે.

બેકાબુ ભીડ ગેટ તોડી મંદીરમાં પ્રવેશી

જન્મભૂમિ પથથી 500 મીટર દૂર ત્રણ સ્થળોએ રિટ્રેક્ટબિલ ગેટ લગાવી ભક્તોને રોકવાનો પ્રયાસ કરાયો, જોકે ભીડ બેકાબુ બનતા આ ગેટ તુટી ગયો છે. ઘણા શ્રદ્ધાળુઓ અને પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ બેરીકેડ પાર કરી મંદિરમાં ઘૂસ્યા તો થોડો સમય મંદિરના દર્શન બંધ કરી દેવાયા હતા.

પોલીસે સામાન્ય બળપ્રયોગ કરતા નાસભાગ મચી

લગબગ બપોરે 2.00 કલાકે અંદર અને બહાર ભક્તોની ભીડ બેકાબુ થઈ તો પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ભક્તોને કાબુમાં લેવા પોલીસે સામાન્ય બળપ્રયોગ કર્યો હતો, જેના કારણે ભાગદોડ મચી ગઈ અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા.

બારાબંકી પોલીસની શ્રદ્ધાલુઓને અપીલ

આસપાસના જિલ્લાની પોલીસ અયોધ્યામાં ભીડને નિયંત્રણ કરવા સક્રિય થઈ ગઈ છે. અયોધ્યાથી 60 કિલોમીટર દૂર બારાબંકીમાં પોલીસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, અયોધ્યા ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાથી તેઓ અયોધ્યા ન જાય. મંદિર તરફના તમામ રૂટો બદલવામાં આવ્યા છે.


Google NewsGoogle News