Get The App

NEET પેપર લીકમાં ATSનો મોટો ખુલાસો: 4 પ્રકારે થતી હતી ડીલ, જેવો સોદો એવા રૂપિયા

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
paper-leak


NEET Paper Leak Scam 2024 : નીટ પેપર લીક કૌભાંડમાં આતંકવાદ વિરોધી ટુકડી (ATS)એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એટીએસએ કહ્યું કે, પરીક્ષાની જાહેરાત થયા બાદ આરોપીઓએ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. જે વિદ્યાર્થીઓ પેપર લીકથી પરીક્ષા પાસ કરવા માંગતા હતા, તેઓ આ વૉટ્સએપ ગ્રૂપમાં જોડાયા હતા. આ કેસમાં પરીક્ષાની જાહેરાત થયા બાદ તુરંત એક વૉટ્સઅપ ગ્રૂપ બનાવાયું હતું અને તેમાં આરોપીઓ દ્વારા ઉમેદવારોને ઑફરો કરવામાં આવતી હતી.

WhatsApp ગ્રૂપમાં કોપી કરવાની ઘણી રીતોનો ઉલ્લેખ

જ્યારે કોઈ પરીક્ષાની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે આ ગેંગ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વૉટ્સએપ ગ્રૂપ બનાવી ઉમેદવારોને કોપી કરાવી પરીક્ષામાં પાસ કરાવવાનું વચન આપતા હતા. વૉટ્સઅપ ગ્રૂપમાં જોડાયેલા ઉમેદવારોને મદદ કવા માટે ચાર તબક્કામાં મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવતું હતું. ગ્રૂપમાં જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ માટે પેપર કરતો લી કરવું, ડમી ઉમેદવારોને પેપર માટે મોકલવા, પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા, આપવામાં આવેલા પેપરને પાછલા બારણેથી સ્વિકારવા અને તેના સાચા જવાબો આપવા અને તેને પાછા પરીક્ષા કેન્દ્રમાં રાખવા જેવા ઓપ્શન આપવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવા માટે તેમાંથી જે ઓપ્શન સિલેક્ટ કરે તે મુજબ રકમ આપવામાં આવી. 

પેપર લીકની ચાર પ્રકારની કરતા હતા ઓફર: જેવો સોદો એવો ભાવ

Offer 1- એક્ઝામ પહેલાં પેપેર લીક કરવું

Offer 2- ડમી ઉમેદવારને પેપેર માટે મોકલવો

Offer 3- આપેલા પેપરને પાછલા બારણે એક્સેપ્ટ કરવું

Offer 4- પેપરના સાચા જવબો આપવા, પાછું પરીક્ષા કેન્દ્રમાં રાખવું

વિદ્યાર્થી પાસેથી વસૂલવામાં આવ્યા લાખો રૂપિયા 

આ ગેંગેના વોટ્સઅપ ગ્રૂપની ચેટ પણ પોલીસના હાથ લાગી છે અને ઘણા વિદ્યાર્થીઓએ આરોપીઓને લાખો રૂપિયા એડવાન્સમાં આપ્યા છે. ચેટમાં કેટલાક વિદ્યાર્થીઓ આરોપીઓ પાસેથી પૈસાની માંગણી પણ કરી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે રાજ્યની બહાર બાળકો પાસેથી પણ પૈસા લેવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થી પાસેથી લાખોની રકમ વસૂલવામાં આવી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ પહેલાં પણ પરીક્ષાઓમાં ગરબડી કરી ચૂકી છે. પોલીસે તે મુજબ તપાસ કરી રહી છે. પોલીસ તરફથી શરૂઆતી જાણકારી આપવામાં આવી છે કે તેમાં અન્ય આરોપી પણ સામેલ છે અને મહારાષ્ટ્રમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે આ ક્રાઇમનો ખુલાસો કર્યો છે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલે આગળની તપાસ લાતૂર પોલીસ કરી રહી છે. 

નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધી 25 લોકોની ધરપકડ

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં બિહારમાં અનિયમિતાઓ અને પેપર લીકનો મામલો સામે આવ્યો છે. આ સાથે જ કેટલાક ઉમેદવાર સાર્વજનિક રૂપથી સામે આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે પરીક્ષાથી એક દિવસ પહેલાં જ પેપર મળી ગયું હતું. આ આરોપોના કારણે ઘણા શહેરોમાં  વિરોધ પ્રદર્શન થયા અને ઘણી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી. નીટ યૂજી પરીક્ષા પેપર લીક મામલે અત્યાર સુધી 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નીટ પેપર લીકમાં પટનાના 13, ઝારખંડના દેવધરથી 5, ગુજરાતથી 5 અને મહારાષ્ટ્રના લાતૂરથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 


Google NewsGoogle News