Get The App

હવે ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, પ્રતિ ટ્રાન્ઝેક્શન લાગુ થતો ચાર્જ વધશે, RBI એ આપી મંજૂરી

Updated: Mar 26th, 2025


Google News
Google News
હવે ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, પ્રતિ ટ્રાન્ઝેક્શન લાગુ થતો ચાર્જ વધશે, RBI એ આપી મંજૂરી 1 - image


ATM Fee Hike: એટીએમમાંથી રોકડ ઉપાડનારાઓના ખિસ્સા પર બોજો વધી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવા મંજૂરી આપી છે. જેના લીધે હવે એટીએમમાંથી ઉપાડ મોંઘો થશે. નવા ચાર્જ 1 મે, 2025થી લાગુ થશે. જો કે, તમામ પર આ ખર્ચનો બોજો નહીં પડે. 

હોમ નેટવર્કની બહારનું એટીએમ મોંઘુ થશે

મીડિયા રિપોર્ટ અનુસાર, 1 મેથી બદલાતા નિયમો હેઠળ હોમ બેન્ક નેટવર્કની બહારના કોઈ એટીએમ મશીનમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે. અર્થાત પોતાની બેન્ક સિવાય અન્ય બેન્કના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન, બેલેન્સ ચેક કરવા પર વધુ ચાર્જ આપવો પડશે. હાલ પણ હોમ બેન્ક નેટવર્કની બહાર એટીએમનો ઉપયોગ કરવા પર ચાર્જ લાગુ છે. આ ચાર્જમાં વધારો નેશનલ પેમેન્ટ કમિશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર આધારિત છે. ઉલ્લેખનીય છે, મેટ્રો શહેરોમાં અન્ય બેન્કના એટીએમના દર મહિને ત્રણ ટ્રાયલ અને નોન મેટ્રો શહેરોમાં પાંચ ટ્રાયલ ફ્રી છે. અર્થાત પાંચ વખત કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના  એટીએમનો ઉપયોગ કરી શકો છે.

આ પણ વાંચોઃ લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો 'ન ઘરના રહેશો, ન ઘાટના'

કેટલો ચાર્જ લાગશે

જો ગ્રાહક પોતાની હોમ બેન્કના એટીએમ સિવાય અન્ય નેટવર્કના એટીએમમાંથી મર્યાદિત ટ્રાયલ બાદ ઉપાડ કરશે તો તેણે પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર રૂ. 17 ચાર્જપેટે ચૂકવવા પડે છે. જે 1  મેથી વધી રૂ. 19 થશે. તદુપરાંત અન્ય બીજી બે્નકના એટીએમમાંથી બેલેન્સ ચેક કરવા પર લાગુ ચાર્જ રૂ. 6થી વધી રૂ. 7 થશે.

એટીએમ ઓપરેટર્સે કરી હતી માગ

વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ એટીએમનો ઉપયોગ કરવા પર લાગુ ચાર્જમાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. તેમનો તર્ક હતો કે, વધતી ઓપરેટિંગ કોસ્ટના કારણે જૂના ચાર્જ પરવડે તેમ નથી. NPCIના પ્રસ્તાવને આરબીઆઈએ મંજૂરી આપતાં હવે નાની બેન્કો પર પ્રેશર વધવાની આશંકા છે. જો કે, તે પોતાના સીમિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર કારણે બીજી બેન્કોના એટીએમ નેટવર્ક પર નિર્ભર છે. ઈન્ટરચેજ ફી એ એક બેન્કની ઉપાડ, બેલેન્સ ચેક જેવી સેવાઓનો લાભ અન્ય બેન્કના નેટવર્કમાંથી મેળવવા પર લાગુ થાય છે.

હવે ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, પ્રતિ ટ્રાન્ઝેક્શન લાગુ થતો ચાર્જ વધશે, RBI એ આપી મંજૂરી 2 - image

Tags :