Get The App

તમે ATMનો ઉપયોગ કરો છો? તો કેટલીક માહિતી અત્યારે જ મેળવી લો, ક્યારેય નહીં થાય ફ્રોડ

તમે જ્યારે પણ એટીએમ મશીનમાંથી કેસ ઉપાડવા જાઓ ત્યારે આસપાસની જગ્યા ચેક કરવી જોઈએ.

જ્યારે પણ તમે શોપિંગ મોલમાં ATM કાર્ડનો ઉપયોગ કરો છો, ત્યારે તમારે OTP દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ.

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
તમે ATMનો ઉપયોગ કરો છો? તો કેટલીક માહિતી અત્યારે જ મેળવી લો, ક્યારેય નહીં થાય ફ્રોડ 1 - image
Image Envato 

હવે તો દેશ ડિજિટલ પેમેન્ટ તરફ વધી રહ્યો છે, છતાં પણ કેટલીકવાર રોકડની જરુર પડતી હોય છે. આવામાં આપણે ATM Card અથવા Debit Card દ્વારા સરળતાથી કેસ ઉપાડી લેતા હોઈએ છીએ. પરંતુ એટીએમનો ઉપયોગ કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. 

વર્તમાન સમયમાં એટીએમ ફ્રોડના કિસ્સા ઝડપી વધી રહ્યા છે. પરંતુ તેમા જો તમારી એક નાની ભૂલના કારણે તમારી સાથે મોટો ફ્રોડ થઈ શકે છે. ચાલો આજે અમે જણાવીએ છીએ કે તમારે ATMના ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ATM નો ઉપયોગ કરતી વખતે મુખ્ય આ વાતોનું ધ્યાન રાખવું જરુરી

  • 1.તમે જ્યારે પણ એટીએમ મશીનમાંથી કેસ ઉપાડવા જાઓ ત્યારે આસપાસની જગ્યા સ્કેન કરવી જોઈએ.વાસ્તવમાં કેટલીકવાર ઠગો દ્વારા ક્લોનિંગ ડિવાઈસ લગાવવામાં આવે છે અને ATM કાર્ડ સ્કેન કરી લેતા હોય છે. 
  • 2. એટીએમ પિન દાખલ કરતી વખતે તેને કેમેરાની નજરથી બચાવો. કારણ કે હેકર્સ કેમેરાને પણ હેક કરીને તમારા એટીએમની પિનને જોઈ શકે છે. 
  • 3.જ્યારે તમે એટીએમ પિન દાખલ કરો છો ત્યારે એટીએમ કીબોર્ડ ચેક કરો. કારણ કે કીબોર્ડની પાસે હિડન કેમેરા અથવા ચિપ લગાવેલ હોય છે. 
  • 4. કાર્ડને સ્વાઈપ કરતાં પહેલા તમારે પીઓએસ મશીન (POS machine) ને ચેક કરવી જરુરી છે. તમે એ જરુર ચેક કરો કે મશીન કઈ બેંકનું છે. 
  • 5. તમારે હંમેશા કોશિશ કરવી જોઈએ કે તમે મેગ્નેટિક કાર્ડની જગ્યા પર ઈએમવી ચિપનો ઉપયોગ કરો. હકીકતમાં ઈએમવી કાર્ડમાં માઈક્રોતચિપ્સ હોય છે. જો ક્યારેય એટીએમ કાર્ડ સ્કેન અથવા ક્લોન થઈ જાય તો તે એન્ક્રિપ્ટેડની સૂચના જ મળશે.
  • 6. તમારે ક્યારેય તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખરીદી માટે, રિચાર્જ કરવા અથવા અન્ય વૉલેટનો ઉપયોગ કરવા માટે કરવો જોઈએ નહીં.
  • 7. તમારે એવા એટીએમનો ઉપયોગ કરવો જોઈએ જ્યાં સિક્યુરિટી ગાર્ડ હાજર હોય.
  • 8. જ્યારે પણ તમે શોપિંગ મોલમાં ATM કાર્ડનો ઉપયોગ કરો છો, ત્યારે તમારે OTP દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ.
  • 9. હંમેશા એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવાની લિમિટ નક્કી કરો. આવી સ્થિતિમાં ક્લોનિંગ કે છેતરપિંડી થાય તો પણ આર્થિક નુકસાન ઓછુ થશે.

ફ્રોડ થાય તો શું કરશો?

જો એટીએમનો ઉપયોગ કરતી વખતે બેંક અથવા મશીનમાંથી ટ્રાન્ઝેક્શન સફળ બતાવે પરંતુ કેસ બહાર ન આવે તો, તમારે તરત જ બેંકને કૉલ કરવો જોઈએ. કોઈપણ ટેકનિકલ પ્રોબ્લેમના કિસ્સામાં બેંક 24 થી 48 કલાકની અંદર ખાતામાં પૈસા પરત કરી આપે છે. પરંતુ એક વાત ખાસ યાદ રહે કે જો ભૂલથી તમારી સાથે આ રીતે કોઈ છેતરપિંડી થાય તો તમારે વહેલી તકે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.


Google NewsGoogle News