Get The App

કેજરીવાલ પછી મનીષ સિસોદિયા પણ નહીં, હવે દિલ્હીના મુખ્યમંત્રી બનવાની રેસમાં આ ચહેરા સામેલ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
Atishi, Sunita Kejriwal, Gopal Rai, Saurabh Bhardwaj


Who Will Be Delhi Next CM : જેલમાંથી જામીન પર બહાર આવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારે દિલ્હીની પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન સંબોધિત કરતી વખતે તેમણે રાજીનામુ આપવાની જાહેર કરી છે. તેમણે કહ્યું કે, 'બે દિવસ પછી રાજીનામુ આપશે.' કેજરીવાલના આ નિવેદનથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે રાજીનામા બાદ મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે?

આ પણ વાંચો : હવે સુનીતા કેજરીવાલ પણ બની શકે છે દિલ્હીના મુખ્યમંત્રી, જાણો શું છે નિયમો

CM કેજરીવાલે શું કહ્યું?

પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ મુખ્યમંત્રી કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે 'હું બે દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપીશ. બે દિવસ પછી હું રાજીનામુ આપવાનો છું ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં અને જ્યાં સુધી જનતા તેમનો નિર્ણય નહીં જણાવે કે કેજરીવાલ ઈમાનદાર છે...' તેમણે મનીષ સિસોદિયા માટે કહ્યું કે, 'જ્યાં સુધી જનતા નિર્ણય ન આપે, ત્યાં સુધી તેઓ પણ કોઈ પદ સંભાળશે નહીં.'

મુખ્યમંત્રીની રેસમાં આ ચારના નામ ચર્ચામાં

બે દિવસ પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળવાની છે, ત્યારે મુખ્યમંત્રી પદ માટે કોની પસંદગી કરવામાં આવશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. તેવામાં હાલ ચાર નામને અટકળો ચાલી રહી છે. જેમાં દિલ્હી સરકારના મંત્રી આતિશીના નામ ચર્ચાઈ રહ્યું છે. આતિશી ઉપરાંત મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની સુનીતાનું નામ પણ બીજા સ્થાને છે, જ્યારે સૌરભ ભારદ્વાજ અને ગોપાલ રાય પણ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. 

આ પણ વાંચો : મુખ્યમંત્રી કેજરીવાલના રાજીનામા મુદ્દે અન્ના હજારેનો કટાક્ષ, કહ્યું- ‘મેં તેમને કહ્યું હતું કે...’

આતિશી સૌથી મજબૂત દાવેદાર

મુખ્યમંત્રી પદ માટે આતિશી સૌથી મજબૂત દાવેદાર હોવાની અટકળો ચાલી રહી છે. કેજરીવાલના વિશ્વાસુ આતિશી ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો માટે જવાબદાર છે. જ્યારે પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી સિસોદિયાના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયનો હિસ્સો તેમને મળ્યો હતો, આ સિવાય તેઓ જળ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. તેમજ આતિશી પીડબલ્યુડી, રેવન્યુ, પ્લાનિંગ અને ફાયનાન્સ વિભાગો પણ જોઈ રહી છે.

આતિશીએ શું કહ્યું?

આતિશીને મુખ્યમંત્રી બનાવવાની અટકળોને લઈને તેમણે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી બનવું જરૂરી નથી, દિલ્હીનો વિકાસ જરૂરી છે. આમ આદમી પાર્ટીએ આજ સુધી ક્યારેય એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી અને ક્યારેય કરશે પણ નહીં. દેશની કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને જામીન આપ્યા છે, પરંતુ હવે જનતાએ નક્કી કરવાનું છે કે તેમના નેતા ઈમાનદાર છે કે નહીં.

મુખ્યમંત્રીની રેસમાં બીજા સ્થાને કેજરીવાલના પત્ની સુનીતા 

આતિશી પછી બીજું સૌથી મોટું નામ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, તેમની પાસે ધારાસભ્ય પદ કે કોઈ મંત્રાલય ન હોવાથી મુખ્યમંત્રી બનાવવું થોડું મુશ્કેલ છે. જો કે, કેજરીવાલ જેલમાં હતા ત્યારે સુનીતા દિલ્હીના લોકોની વચ્ચે ગયા હોવાની સાથે ઘણી રેલીઓને પણ સંબોધી હતી. તેવામાં જો સુનિતા કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે, તો કેજરીવાલ પર ભત્રીજાવાદનો આરોપ લાગી શકે છે, તેની અસર ચૂંટણીના વાતાવરણમાં જોવા મળશે તે માટે આવું કરવાનું તેઓ ટાળશે.

આ પણ વાંચો : કેજરીવાલની વહેલી ચૂંટણીની માંગ સામે અનેક કાયદાકીય વચ્ચે ચૂંટણી પંચની પણ પરીક્ષા

દિલ્હીના પરિવહન અને પર્યાવરણ મંત્રીનું નામ પણ ચર્ચામાં

મુખ્યમંત્રી પદની રેસમાં દિલ્હીના પરિવહન અને પર્યાવરણ મંત્રી કૈલાશ ગેહલોતનું નામ પણ સામેલ છે. કૈલાશ ભાગ્યે જ સમાચારોમાં રહે છે. હાલમાં તેમની પાસે વાહનવ્યવહાર, વહીવટી સુધારા, મહેસૂલ, કાયદો, ન્યાય અને વિધાન બાબતો, મહિલા અને બાળ વિકાસ અને માહિતી અને ટેકનોલોજી વિભાગોની જવાબદારી છે. તેમણે ફેબ્રુઆરી 2015માં નજફગઢ મતવિસ્તારમાંથી દિલ્હી વિધાનસભાની પ્રથમ ચૂંટણી જીતી હતી. તેમને પાર્ટીની સાથે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના પણ વફાદાર માનવામાં આવે છે. કૈલાશ ગેહલોત જાટ હોવાના કારણે એવું માનવામાં આવે છે કે, જો AAP તેમને મુખ્યમંત્રી બનાવે છે તો હરિયાણાની ચૂંટણીમાં પણ પાર્ટીને ફાયદો થઈ શકે છે.

મુખ્યમંત્રીની રેસમાં સૌરભ ભારદ્વાજનું નામ પણ સામેલ

મુખ્યમંત્રીની રેસમાં સૌરભ ભારદ્વાજનું પણ નામ સામેલ છે. આતિશીની સાથે દિલ્હી સરકારના મંત્રી સૌરભ પણ પાર્ટીને મુખ્ય રીતે સંભાળતા જોવા મળ્યા છે. યુવા હોવા ઉપરાંત સૌરભ દિલ્હી સરકારમાં તકેદારી, આરોગ્ય, શહેરી વિકાસ, પાણી સહિત ઘણા મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીના પદ માટે તેમની દાવેદારી પણ મજબૂત જણાય રહી છે.

આ પણ વાંચો : કેજરીવાલના રાજીનામા પાછળનું રાજકીય ગણિત, ભાજપ સહિતના પક્ષો પણ સ્તબ્ધ!

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય પણ મુખ્યમંત્રી પદની રેસમાં છેલ્લું નામ છે. જો કે, તેમની તબિયત સાથ આપતી નથી.


Google NewsGoogle News