ભારે બંદોબસ્ત વચ્ચે અતીક અહેમદના બંને નાના પુત્રોને મુક્ત કરાયા, જાણો કોને સોંપાઈ કસ્ટડી

અતીક અહેમદના બંને નાના બાળકો અહજમ અને આબાનને બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરાયા

અહજમ અને આબાનને લગભગ 7 મહિના બાદ બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરાયા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ભારે બંદોબસ્ત વચ્ચે અતીક અહેમદના બંને નાના પુત્રોને મુક્ત કરાયા, જાણો કોને સોંપાઈ કસ્ટડી 1 - image

નવી દિલ્હી, તા.09 ઓક્ટોબર-2023, સોમવાર

અતીક અહેમદ (Atiq Ahmed)ના બંને નાના બાળકો અહજમ અને આબાનને બાળ સંરક્ષણ ગૃહ (Child Protection Home)માંથી મુક્ત કરવામાં આવ્યા છે. અતીકના ચોથા નંબરના પુત્ર અહજમ અને પાંચમા નંબરના સૌથી નાના પુત્ર આબાનને મુક્ત કરાયા છે. અતીક અહેમદની બહેન પરવીનને બંનેની કસ્ટડી સોંપવામાં આવી છે. અતીકના આ બંને પુત્રો 4 માર્ચથી પ્રયાગરાજના રાજરુપપુર સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાં હતાં. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના હસ્તક્ષેપ બાદ બંનેને મુક્ત કરવામાં આવ્યા છે. પરવીન બંનેને પોતાની સાથે લઈ ગઈ છે.

અતીકની બહેનને સોંપાઈ કસ્ટડી

ચાઈલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCએ બંનેને મુક્ત કરવાનો આદેશ જારી કરી પરવીનને સોંપ્યા છે. અહજમે 5મી ઓક્ટોબરે 18 વર્ષની ઊંમર પુરી કરી છે. બંનેને મુક્ત કરવામાં આવ્યા ત્યારે બાળ સંરક્ષણ ગૃહમાં ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો. આ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વરુણ કુમાર પણ ઉપસ્થીત હતા. અતીક અહેમદની બહેને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી બંને બાળકોને સોંપવાની માંગ કરી હતી.

સુનાવણી પહેલા બંનેને મુક્ત કરાયા

ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કમિટી બનાવી બાળકોના નિવેદન નોંધ્યા હતા. સુપ્રીમ કોર્ટે કમિટીના રિપોર્ટના આધારે ગત સુનાવણીમાં ચાઈલ્ડ વેલફેર કમિટીને યોગ્ય નિર્ણય લઈ 10મી ઓક્ટોબરે રિપોર્ટ સોંપવા કહ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે 10મી ઓક્ટોબરે સુનાવણી થવાની છે. સુનાવણી પહેલા જ અહજમ અને આબાનને બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરાયા છે.

7 મહિના બાદ મુક્ત થયા અહજમ-આબાન

જોકે ઉમેશ પાલ (Umesh Pal Murder Case) અને તેમના 2 સરકારી ગનરની હત્યાની તપાસ કરી રહેલી પ્રયાગરાજ પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, અતિકના ચોથા નંબરના પુત્ર અહજમને ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ તમામ આઈફોનને એક્ટિવેટ કરી તેમાં કોડિંગ કર્યું હતું. જોકે પોલીસે હજુ સુધી અહજમને આરોપી બનાવ્યો હોવાની કોઈ માહિતી સામે આવી નથી. અહજમ અને આબાન લગભગ 7 મહિના બાદ બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત થયા છે.


Google NewsGoogle News