Get The App

મુંબઈ : દરિયા પર ભારતના સૌથી મોટો બ્રિજ પર જાણો કેટલો ટૉલ ટૅક્સ લેવાશે

પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો

આ બ્રિજથી બે કલાકની મુસાફરીને લગભગ 15 મિનિટમાં પુરી કરી શકાશે

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
મુંબઈ : દરિયા પર ભારતના સૌથી મોટો બ્રિજ પર જાણો કેટલો ટૉલ ટૅક્સ લેવાશે 1 - image
Image Twitter 

તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 12 જાન્યુઆરીના રોજ મુંબઈમાં  'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નું ઉદ્ધાટન કર્યુ. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL)ને 'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યુ છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર આનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યુ છે. અટલ બ્રિજ દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે.  

આ બ્રિજથી બે કલાકની મુસાફરીને લગભગ 15 મિનિટમાં પુરી કરી શકાશે

આ બ્રિજ દેશનો સૌથી લાંબો પુલ છે. આ મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને નવી મુંબઈ હવાઈ મથકને જોડતો બ્રિજ છે. મુંબઈથી પુણે, ગોવા અને દક્ષિણ ભારતની યાત્રામાં લાગતો સમય હવે ઘણો ઓછો થઈ જશે. આ બ્રિજથી બે કલાકની મુસાફરીને લગભગ 15 મિનિટમાં પુરી કરી શકાશે.

આવો જાણીએ કે  'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' પર ક્યાં વાહન પર કેટલો ટેક્સ લેવામા આવશે.

મુંબઈ : દરિયા પર ભારતના સૌથી મોટો બ્રિજ પર જાણો કેટલો ટૉલ ટૅક્સ લેવાશે 2 - image
Image Twitter 

કાર માટે ટોલ ટેક્સ 

રિપોર્ટ પ્રમાણે કાર માટે એક તરફની યાત્રા માટે 250 રુપિયા ચુકવવાના રહેશે . તેમજ બન્ને બાજુના યાત્રા માટે 375 રુપિયા આપવાના રહેશે. રોજ પાસ બનાવનાર  માટે 625 રુપિયાનો ખર્ચ થશે. માસિક પાસ માટે 12, 500 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે. 

LCV/ મિની બસ ટેક્સ 

બ્રિજ પર મિની બસ માટે એક તરફની યાત્રા માટે 400 રુપિયાનો ખર્ચ થશે. જ્યારે બન્ને બાજુની યાત્રા માટે 600 રુપિયાનો ખર્ચ કરવો પડશે. જેમા ડેઈલી પાસવાળા માટે 1000 રુપિયા અને માસિક પાસ માટે 20,000 હજાર રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે.

બસ / ટ્રક માટે ટેક્સ

બ્રિજ પર બસ / ટ્રક માટે ટેક્સ માટે એક તરફની યાત્રા માટે 830 રુપિયાનો આપવાના રહેશે, જ્યારે બન્ને તરફની યાત્રા માટે 1245 રુપિયાનો ખર્ચ કરવો પડશે. ડેઈલી પાસ માટે 2075 જ્યારે માસિક પાસ યોજનામાં 41,500 રુપિયા રાખવામાં આવ્યો છે. 

MAV (3 એક્સલ )

જેમાં એક બાજુની યાત્રા માટે 905 રુપિયા ચાર્જ લેવામાં આવશે. જ્યારે બન્ને સાઈટની યાત્રા માટે 1360 રુપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. ડેઈલી પાસ માટે 2265 રુપિયાનો ચાર્જ ભરવાનો રહેશે. આ ઉપરાંત માસિક પાસ માટે રુપિયા 45,250 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે.

MAV (4 થી 6 એક્સલ )

એક સાઈડની યાત્રા માટે તમારે 1300 રુપિયાનો ચાર્જ ભરવો પડશે. જ્યારે બન્ને સાઈડની યાત્રા માટે 1950 રુપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ડેઈલી પાસવાળા માટે 3250 રુપિયા રહેશે. આ ઉપરાંત માસિક પાસ માટે 65,000 હજાર રુપિયા ખર્ચ કરવાનો રહેશે. 

ઓવરસાઈઝ વ્હીકલ (7 થી વધુ એક્સલ )

આ પ્રકારના વાહનો માટે એક સાઈડની યાત્રા માટે 1580 રુપિયા ચાર્જ ચુકવવાનો રહેશે, બન્ને સાઈડની યાત્રા માટે 2370 રુપિયા ચાર્જ ભરવાનો રહેશે. ડેઈલી પાસવાળા માટે 3950 રુપિયા ચાર્જ રહેશે. જ્યારે માસિક પાસ માટે 79,000 રુપિયાનો ચાર્જ વસુલવામાં આવશે.



Google NewsGoogle News