Get The App

શું 1947માં આઝાદી સમયે ભારતમાં એક રુપિયાની કિંમત 1 ડોલર જેટલી હતી ? જાણો શું છે હકિકત

1980માં રુપિયાનું મૂલ્ય સુધર્યુ હોય એવું પ્રથમવાર બન્યું હતું

ભારતીય નાણા માટે રુપિયા શબ્દ રુપા ધાતું પરથી આવ્યો છે

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
શું 1947માં આઝાદી સમયે ભારતમાં  એક રુપિયાની  કિંમત 1 ડોલર જેટલી હતી ? જાણો શું છે હકિકત 1 - image


નવી દિલ્હી, 29 નવેમ્બર,2023,બુધવાર 

સમયાંતરે ભારતનો રુપિયો અમેરિકાના ડોલર સામે તૂટતો રહયો છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે 15 મી ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે રુપિયા અને અમેરિકાના ડોલરનો ભાવ એક સરખો હતો. અંગ્રજોએ બેલેન્સ સીટ તૈયાર કરી તેમાં ડોલરમાં એક પણ રુપિયાનું દેવું આપણા માથે ન હતું.  એ સમયે એક પાઉન્ડનો ભાવ 13 રુપિયા જેટલો હતો. પાકિસ્તાન ભારતથી જુદું પડયું ત્યારે થોડાક સમય  કરન્સી તરીકે ભારતીય રુપિયો જ રાખવો પડયો હતો. ત્યાર પછી પાકિસ્તાને પોતાની અલગ કરન્સી બહાર પાડી હતી.

ભારતીય નાણા માટે રુપિયા શબ્દ રુપા ધાતું પરથી આવ્યો છે. પહેલાના જમાનામાં સોના અને ચાંદીના સિક્કા જ બજારમાં ચાલતા હતા. ઇસ 1540 ના વર્ષમાં શેરશાહ સૂરીએ ચાંદીના સિક્કા બહાર પાડયા જેને રુપા પરથી રુપિયા એવું નામ મળ્યું હતું. તેનું વજન 11.34 ગ્રામ હતું. નવાઇની વાત તો એ છે કે ભારતનો રુપિયો એક સમયે અરબ દેશોમાં પણ ચાલતો હતો. આ શેરશાહ સમયના ચાંદીના સિક્કાનું ચલણ અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે પણ યથાવત રહયું હતું.

શું 1947માં આઝાદી સમયે ભારતમાં  એક રુપિયાની  કિંમત 1 ડોલર જેટલી હતી ? જાણો શું છે હકિકત 2 - image

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વસ્તુ વિનિમય પ્રથા એટલી મજબૂત હતી કે લોકો રુપિયા વગર દિવસોના દિવસો ગુજારો કરી શકતા હતા. એ સમયે રુપિયાનો એકમ પૈસો નહી પરંતુ આના શબ્દ પ્રચલિત હતો. ભારતમાં 1954 અને પાકિસ્તાનમાં 1961માં પૈસા એકમને લાગુ પાડવામાં આવ્યો હતો એ પહેલા આના જ ચલણમાં હતા. 25 પૈસાને  4 આના અને 50 પૈસાને 8 આના આપણે નાનપણમાં પણ કહેતા હતા. અંગ્રેજોના સમયમાં કાણાવાળો સિક્કો ચાલતો જેને ગ્રામીણ લોકો કાણીયો (ફાડાવાળો) રુપિયો કહેતા હતા. આજે પણ ઘણા વડિલો નાણાભીડ સંદર્ભે કાણો પૈસોય નથી એવું વિશેષણ વાપરે છે.

 આઝાદી પછી જેમ વર્ષો વિતતા ગયા તેમ સમયાંતરે ડોલર સામે રુપિયો નબળો પડતો રહયો છે. સરકાર કોઇ પણ પક્ષની હોય કે કોઇ પણ વડાપ્રધાન હોય રુપિયાએ ગગડવાનું બંધ થયું નથી. જે લોકો વિપક્ષમાં બેઠા હોયએ સત્તામાં આવે ત્યારે એ પણ રુપિયાનો ભાવ જાળવી શકતા નથી. ડોલર સામે રુપિયાનો ભાવ સુધરીને ગુમાવેલી સપાટી પાછી મેળવી હોય ઘણી વાર બન્યું છે પરંતુ 1 ડોલર બરાબર 1 રુપિયો એક સપના સમાન બની ગયું છે.

 શું 1947માં આઝાદી સમયે ભારતમાં  એક રુપિયાની  કિંમત 1 ડોલર જેટલી હતી ? જાણો શું છે હકિકત 3 - image


યુએસ ડોલરએ સૌથી મજબૂત આંતરરાષ્ટ્રીય નાણું હોવાથી ડોલરની તાણ પડે ત્યારે  વધુ રુપિયા આપીને ખરીદવો પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા તરફ વિશ્વ સમુદાયે જે દોટ મુકી છે તેમાં ડોલરનું આકર્ષણ મુખ્ય છે. ડોલર કમાયા પાછી તેને ભારતીય રુપિયામાં ફેરવવામાં આવે ત્યારે અધધ.. રુપિયા થાય છે. આ ડોલરની કમાણીથી જ ભારતના ઘણા એનઆરઆઇ ગામો રુપિયે રમે છે. જેના પરીવારના એક કે બે સ્વજન અમેરિકામાં રહીને ડોલર કમાતા હોય એમને બખ્ખા થઇ ગયા છે.

ભારતીય રુપિયાની જર્નીની વાત કરીએ તો 1952માં 4.75 રુપિયામાં 1 ડોલર મળતો હતો. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું અવસાન થયું ત્યારે રુપિયા અને ડોલર વચ્ચેનો તફાવત 6 જેટલો હતો. 1966માં 7.10 રુપિયા બરાબર 1 ડોલર મળતો હતો. ત્યાર પછીના 8 વર્ષ સુધી ડોલર સામે રુપિયાનો ભાવ સ્થિર રહેતા 1973 સુધીમાં માત્ર 66 પૈસા ગગડયો હતો.

શું 1947માં આઝાદી સમયે ભારતમાં  એક રુપિયાની  કિંમત 1 ડોલર જેટલી હતી ? જાણો શું છે હકિકત 4 - image

1974માં 1  ડોલર સામે રુપિયો 8ની સપાટીએ પહોંચ્યો હતો. 1976માં 1 ડોલર સામે રુપિયાનો 8.97 ભાવ એ સમયે ઐતિહાસિક ઉંચો ગણાતો હતો. 1980નું વર્ષ રુપિયા માટે કંઇક અંશે સુખદ રહયું હતું. 1979માં ડોલર સામે 8.16 રુપિયાનો ભાવ 1980માં સુધરીને  7.89થયો હતો. આ રીતે રુપિયાનું મૂલ્ય ઘટવાના સ્થાને સુધર્યુ હોય એવું પ્રથમવાર બન્યું હતું. 1983માં રુપિયાએ ડોલર સામે ઘસાવાની રફતાર પકડીને 1 ડોલર સામે 10ના અંકમાં પ્રવેશ કર્યો હતો. 1990માં 17.50 રુપિયા બરાબર 1 ડોલર ભાવ થયો હતો. આર્થિક ઉદારીકરણનું વર્ષ ગણાતા 1991માં 1 ડોલરની કિંમત 22.72  રુપિયા થઇ હતી.

આર્થિક ઉદારીકરણના 10 વર્ષમાં ચડાવ ઉતાર સાથે રુપિયા સામે ડોલર મજબૂત થતો રહયો હતો. 2001માં  ૧ ડોલરનો ભાવ 47.23 રુપિયા થયો હતો. 2005 ડોલર સામે રુપિયાનો ભાવ થોડો સુધરીને 44.01 થયો હતો. 2007માં રુપિયાએ ડોલરની સરખામણીમાં મજબૂત થઇને 41.20ની સપાટી પાછી મેળવી હતી. 2011ના વર્ષ સુધી ભારતીય રુપિયાએ 46.61 ની સપાટી જાળવી રાખીને ડોલર સામે કઇંક  સ્થિર દેખાવ કર્યો હતો. વર્ષ 2012ના અંતમાં રુપિયો સૌથી વધુ 7.43 જેટલો ગગડતા ડોલર અને રુપિયા વચ્ચેના ભાવનો તફાવત 53.034 થયો હતો. આંતરરાષ્ટ્રીય ચલણમાં યુએસ ડોલરના વધતા જતા મૂલ્યના કારણે 2014માં રુપિયાએ 61ની સપાટી કુદાવી હતી. 2014 અને 2018ના ગાળામાં  ડોલર સામે 11 રુપિયા તૂટવાથી 72ની સપાટીએ પહોંચ્યો હતો.

ડોલર વર્સિસ  રુપિયો 

વર્ષ     રુપિયાનો ભાવ

1947 01

1952 4.75

1966 7.10

1973 7.66

1974 8.03

1975 8.41

1976 8.97

1979 8.16

1980 7.89

1983 10.11

1988 13.91

1990 17.50

1991 22.72

1993 28.14

1994 31.39

1996 35.52

1998 41.33

2000 45.00

2001 47.23

2002 48.63

2012 53.34

2014 61.60

2018 71.91

2020 -75.78

2022 -79.50

2023 -83.30 


Google NewsGoogle News