Get The App

જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ 1 - image

Pahalgam Terror Attack : મંગળવાર, 22 એપ્રિલ 2025 ના રોજ કાશ્મીરમાં ભયંકર આતંકવાદી હુમલો થયો, જેના લીધે દેશ આખો થથરી ઊઠ્યો. પહેલગામમાં સહેલ કરી રહેલા પ્રવાસીઓને લક્ષ બનાવીને આતંકવાદીઓએ ગોળીબાર કર્યા હતા જેમાં ઓછામાં ઓછા 28 નાગરિકો માર્યા ગયા છે. 

આ પણ વાંચો: હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો

જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા 56 વિદેશી આતંકવાદીઓ સક્રિય 

હુમલાખોરો પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ઓછામાં ઓછા 56 વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનો અંદાજ છે. એમાંના 18 ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM)ના, 3 હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના અને 35 ‘લશ્કર-એ-તૈયબા’ (LeT) ના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાં દર્શાવાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ 2 - image

અસલી ગુનેગાર લશ્કર-એ-તૈયબા છે

પહેલગામના હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે, પરંતુ સુરક્ષા દળો અને નિષ્ણાતોએ એમનો દાવો એમ કહીને ફગાવી દીધો છે કે, હુમલા પાછળ અસલી હાથ લશ્કર-એ-તૈયબાનો છે અને લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI નું પ્યાદું છે. ટૂંકમાં, આ હુમલાનું કાવતરું પાકિસ્તાને કર્યું છે. 

સ્થાનિક આતંકવાદીઓ પણ કાશ્મીરને કલંક લગાવી રહ્યા છે

સુરક્ષા દળોનો રિપોર્ટ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં 17 સ્થાનિક આતંકવાદીઓ પણ છે. ‘રાષ્ટ્રીય તપાસ એજન્સી’ (NIA – ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે. 

જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ 3 - image

જમ્મુ-કાશ્મીરમાં ભૂતકાળમાં પણ પ્રવાસીઓ પર છૂટાછવાયા હુમલા થયા છે, પરંતુ તાજેતરમાં પહેલગામમાં જે થયું એ લેવલનો હુમલો અગાઉ ક્યારેય નથી થયો. ભૂતકાળમાં સ્થાનિક અને વિદેશી બંને આતંકવાદીઓએ મોટાભાગે અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ પહેલગામ હુમલામાં તેમણે અલગ વ્યૂહરચના અપનાવી છે. તેથી આ બાબત વિશેષપણે ચિંતાજનક છે. 

આ પણ વાંચો: આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય

કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ઠપ થઈ જશે

આ આતંકી હુમલાના પરિણામ ગંભીર આવવાના છે. માંડ બેઠો થયેલો કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ફરી ઠપ થઈ જશે. પ્રવાસીઓ કાશ્મીર આવતા ડરશે. તેમના બુકિંગ રદ કરશે. હોટલો ખાલી થઈ જશે. પાકિસ્તાન એ જ ઈચ્છે છે કે, કાશ્મીર ભારતથી અલગથલગ થઈ જાય અને રાજ્યમાં તેના આતંકવાદીઓની આણ વર્તાતી રહે.


Tags :