VIDEO: આંધ્રપ્રદેશમાં કેમિકલ ફેક્ટ્રીમાં વિસ્ફોટ, અત્યાર સુધીમાં 15ના મોત, 40થી વધુને ઈજા
Andhra Pradesh Chemical Factory Blast : આંધ્રપ્રદેશના અનકાપલ્લેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહેવાલો અનુસાર જિલ્લા કલેક્ટર વિજય ક્રિશ્નને જણાવ્યું કે, અનકાપલ્લે જિલ્લાના અચ્યુથાપુરમમાં એસિંટિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં બપોરે સવા બે કલાકે આગ લાગી હતી. ફેક્ટરીમાં બે શિફ્ટમાં 381 કર્મચારીઓ જોડાયેલા છે. આ વિસ્ફોટ બપોરે ભોજન સમયે થયો હતો, જેના કારણે અહીં ઓછા કર્મચારીઓ હાજર હતા. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, વીજળી સંબંધીત સમસ્યાના કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે.
30થી વધુને ઈજા
વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 33 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે, જેમને અનકાપલ્લે અને અચ્યુતપુરમની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની છ ફાયર ફાયદો બચાવ કામગીરી કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસને ટીમ પણ ઘટના સ્થળે છે.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ખાતરી આપી હતી કે, સરકાર મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોની સાથે રહેશે.