અમૃત ભારત રેલવે સ્ટેશન પર મુસાફરોને થશે 5 સ્ટાર હોટલ જેવો અનુભવ, મળશે ઘણી હાઈટેક સુવિધાઓ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2024 સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમૃત ભારત યોજના હેઠળ દેશના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 553 રેલવે સ્ટેશનના કાયાકલ્પ કરવાનો પાયો મૂકશે. તેની પર લગભગ 19 હજાર કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવાયો છે.
સ્ટેશનના રંગ-રૂપ બદલવાની તૈયારી
રેલવે મંત્રાલયે 'અમૃત ભારત સ્ટેશન' યોજના નામની એક નીતિ રજૂ કરી છે. જેના હેઠળ સમગ્ર દેશના કુલ 1309 રેલવે સ્ટેશનોનું આધુનિક રીતે પુનઃવિકાસ કરવામાં આવશે. આ યોજનાનો હેતુ મુસાફરોના રેલવે સફરને વિશ્વ સ્તરીય સુવિધાઓ આપવાનો અને તેમના અનુભવને પહેલા કરતા વધુ શ્રેષ્ઠ બનાવવાનો છે. આ યોજનામાં દરેક સ્ટેશનની લાંબા ગાળાની જરૂરિયાતો અને તેમના મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. જે બાદ રેલવે સ્ટેશનોનું કાયાકલ્પ થશે.
દરમિયાન લોકોના મનમાં પ્રશ્ન છે કે આખરે આ યોજના હેઠળ મુસાફરોને કયા પ્રકારની કેટલી સુવિધાઓ મળશે. લોકોના તમામ પ્રશ્નોનો જવાબ આપવા માટે સરકાર તરફથી એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે. જેમાં સ્ટેશનમાં થનારા પરિવર્તન અને વિકાસ વિશે જાણકારી આપવામાં આવી છે.
મુસાફરને શ્રેષ્ઠ સુવિધાઓ મળશે
સ્ટેશનના વર્તમાન માળખા, ખાસકરીને પ્રવેશ દ્વારોને પહેલા કરતા વધુ આકર્ષક બનાવવામાં આવશે.
મુસાફરોની સુવિધા અને ભવિષ્યના થનારા વિકાસ માટે જગ્યા અનામત રાખવા માટે જૂની ઈમારતોનું સ્થળાંતર કરવામાં આવશે.
જે સ્ટેશન પર શક્ય હશે ત્યાં નવા ભવનને બનાવવા કરતા વધુ જૂના માળખામાં જ સુધારો કરવામાં આવશે.
સ્ટેશનો પર વેઇટિંગ રૂમની સાથે જ કેન્ટીન અને અન્ય ખાણીપીણીની સુવિધાઓ રાખવામાં આવશે.
દરેક સ્ટેશન પર 'One Station One Product' ના બે સ્ટોલ લગાવવાની જગ્યાને રિઝર્વ રાખવામાં આવશે.
સ્ટેશન પર બિઝનેસ મીટિંગ્સ માટે સુવિધાજનક અને આરામદાયક લાઉન્જ બનાવવામાં આવશે.
સ્ટેશન પર દરેક સ્થળે સરળ ભાષાઓ વાળા હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ લગાવવામાં આવશે. જેથી મુસાફર પોતાની સુવિધા અનુસાર જાણકારી મેળવી શકે.
તમામ સ્ટેશનોના પાથવેને પહેલા કરતા વધુ પહોળા કરવામાં આવશે.
સ્ટેશનો પર લિફ્ટ, ઓટોમેટિક પાથવે, પાર્કિંગ અને લાઇટિંગની વધુ સારી વ્યવસ્થા કરવામાં આવશે.
સ્ટેશનને પોસ્ટર, તસવીર, મૂર્તિઓ, કલાકૃતિઓ અને છોડ દ્વારા સજાવવામાં આવશે.
સ્ટેશન પર સ્થાનિક કળાની ઝલક પ્રસ્તુત કરતી તસવીરો અને કલાકૃતિઓ બનાવવામાં આવશે.
પ્લેટફોર્મ લાઈન અને ટ્રેનની જાળવણી સુવિધાઓ પર ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ અને બેલેસ્ટેડ ટ્રેક સ્થાપિત કરવામાં આવશે.
સેલ્ફ-ક્લીનિંગ ગટર હશે, જેને સુંદરરીતે ડિઝાઈન કરેલા કવર સાથે ઢાંકવામાં આવશે, જે ડ્રેનેજનો રસ્તો હશે.
સ્ટેશન પર લાગેલા કેબલોને સુંદર ડિઝાઈનની સાથે કવર કરવામાં આવશે.
મુસાફરો માટે ફ્રી વાઈ-ફાઈ સુવિધા અને ભવિષ્યમાં 5G નેટવર્ક માટે ટાવરની સ્પેસ રિઝર્વ કરવામાં આવશે.
સ્ટેશન પર વધુ ટકાઉ, ડસ્ટ-પ્રૂફ અને ઓછી સારસંભાળવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.
વેઈટિંગ હોલ, પ્લેટફોર્મ, રિટાયરિંગ રૂમ અને કાર્યાલયોમાં આરામદાયક અને ટકાઉ ફર્નીચર લગાવવામાં આવશે.
જાહેર જાહેરાત પ્રણાલી (Public Announcement System) માં સુધારો કરવામાં આવશે.
અમુક સ્ટેશનો પર એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવશે.
રેલવે બોર્ડના દિશાનિર્દેશો અનુસાર દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવશે.
મહિલાઓ અને વિકલાંગ લોકો માટે અલગ જોગવાઈઓ સાથે પૂરતી સંખ્યામાં શૌચાલય બનાવવામાં આવશે.
અમૃત ભારત સ્ટેશન યોજનાનો હેતુ
રેલવે સ્ટેશનો માટે માસ્ટર પ્લાન તૈયાર કરવો અને લઘુતમ જરૂરી સુવિધાઓ સહિત જુદી-જુદી સુવિધાઓને અલગ-અલગ તબક્કામાં લાગુ કરવી.
ભવિષ્યને ધ્યાનમાં રાખતા સ્ટેશનો પર રુફ પ્લાઝા અને સિટી સેન્ટરનું નિર્માણ થશે.
સ્ટેકહોલ્ડરની જરૂરિયાતો અને સ્ટેશન ઉપયોગ અભ્યાસો પર નવી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
વર્તમાન સુવિધાઓને પહેલા કરતા શ્રેષ્ઠ બનાવવામાં આવશે અને સાથે જ મુસાફરો માટે નવી સુવિધાઓ આપવામાં આવશે જેથી તેમના માટે સ્ટેશન પર રાહ જોવી એક શ્રેષ્ઠ અનુભવ બને.
કયા રાજ્યમાં કેટલા સ્ટેશન સામેલ
આંધ્ર પ્રદેશ 72
અરુણાચલ પ્રદેશ 01
આસામ 49
બિહાર 86
છત્તીસગઢ 32
દિલ્હી 13
ગોવા 02
ગુજરાત 87
હરિયાણા 29
હિમાચલ પ્રદેશ 03
ઝારખંડ 57
કર્ણાટક 55
કેરળ 34
મધ્ય પ્રદેશ 80
મહારાષ્ટ્ર 123
મણિપુર 01
મેઘાલય 01
મિઝોરમ 01
નાગાલેન્ડ 01
ઓડિશા 57
પંજાબ 30
રાજસ્થાન 82
સિક્કિમ 01
તમિલનાડુ 73
તેલંગાણા 39
ત્રિપુરા 04
ચંદીગઢ 01
જમ્મુ-કાશ્મીર 04
પુડુચેરી 03
ઉત્તર પ્રદેશ 149
ઉત્તરાખંડ 11
પશ્ચિમ બંગાળ 94
Today is a historic day for our Railways!
— Narendra Modi (@narendramodi) February 26, 2024
At 12:30 PM, 2000 railway infrastructure projects worth over Rs. 41,000 crores will be dedicated to the nation.
In order to enhance the travel experience, 553 stations will be redeveloped under the Amrit Bharat Station Scheme. The… https://t.co/ddKNWiGIn4