શરદ પવારે હવે I.N.D.I.A.નું ટેન્શન વધાર્યું, કહ્યું - 'લોકસભાની જેમ વિધાનસભામાં નહીં ચલાવીએ...'

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
sharad pawar


Maharashtra Assembly Election 2024: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) સાથે મળી શરદ પવારના એનસીપી પક્ષે વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાનો મિજાજ બતાવ્યો છે. પવારે ગઠબંધનમાં સામેલ બંને પક્ષોને સ્પષ્ટ ભાષામાં કહી દીધુ છે કે, લોકસભા ચૂંટણીમાં તો અમે ઓછી બેઠકો પર ચૂંટણી લડ્યા, પરંતુ વિધાનસભામાં અમારો પક્ષ સમાધાન કરશે નહીં. શરદ પવારે શુક્રવારે પુણે શહેર અને જિલ્લાના પક્ષ પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કર્યા બાદ આ અંગે સ્પષ્ટતા કરી હતી.

એનસીપીએ વિધાનસભામાં સ્થિતિ અલગ રહેવાનો સંકેત આપ્યો

એનસીપી (શરદ પવાર જૂથ)ના પૂણે પ્રમુખ પ્રશાંત જગતાપ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. જગતાપે જણાવ્યું હતું કે, બેઠકમાં પવારે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું છે કે, એનસીપીએ લોકસભા ચૂંટણીમાં ઓછી બેઠકો પર ચૂંટણી એટલા માટે લડી, જેથી શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધન જળવાઈ રહી શકે. અમને સંકેત આપ્યા છે કે, વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ અલગ રહેશે. શરદ પવારે પૂણે, બારામતી, માવલ અને શિરૂર લોકસભા બેઠકની સમીક્ષા કરી છે. પક્ષના અન્ય એક નેતાએ જણાવ્યું કે, પવારે સાંસદો અને ધારાસભ્યોને વિધાસભા ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે. એનસીપી પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે સંવાદદાતાઓને કહ્યું કે, પક્ષે અત્યારસુધી બેઠકની વહેંચણી તેમજ કેટલી બેઠકો પર ચૂંટણી લડવાનો છે, તે નક્કી કર્યુ નથી.

ભાજપના 103 ધારાસભ્ય છે, અજિત પવારના નેતૃત્વ હેઠળ રાકાંપાની પાસે 40, એકનાથ શિંદેની શિવસેના પાસે 38 ધારાસભ્ય છે. કોંગ્રેસના 37 ધારાસભ્ય, શિવસેના (યુબીટી)ના 15 અને શરદ પવારના 10 ધારાસભ્ય છે.

  શરદ પવારે હવે I.N.D.I.A.નું ટેન્શન વધાર્યું, કહ્યું - 'લોકસભાની જેમ વિધાનસભામાં નહીં ચલાવીએ...' 2 - image


Google NewsGoogle News