VIDEO : રાહુલ ગાંધીની જીભ લપસી, તો ભાજપે ઝડપી તક, રાજસ્થાન-છત્તીસગઢ ચૂંટણી પર કહી મોટી વાત

આજે 5 રાજ્યોના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ પ્રતિક્રિયા આપતી વખતે રાહુલ ગાંધીની જીભ લપસી

ભાજપે પણ રાહુલ ગાંધીની ભુલની તક ઝડપી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી કટાક્ષ કર્યો

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
VIDEO : રાહુલ ગાંધીની જીભ લપસી, તો ભાજપે ઝડપી તક, રાજસ્થાન-છત્તીસગઢ ચૂંટણી પર કહી મોટી વાત 1 - image

નવી દિલ્હી, તા.09 ઓક્ટોબર-2023, સોમવાર

આજે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election-2023)ની તારીખોની જાહેરાત થયા બાદ કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે તેમની જીભ લપસી હતી, જેના પર ભાજપે કટાક્ષ કરતા કહ્યું કે, તેમણે ચૂંટણી પહેલા જ રાજસ્થાન અને છત્તીસગઢમાં હાર સ્વીકારી લીધી છે.

રાહુલ ગાંધી શું બોલ્યા ?

રાહુલ ગાંધીએ પક્ષની કાર્ય સમિતીની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે મધ્યપ્રદેશ (Madhya Pradesh), છત્તીસગઢ (Chhattisgarh), રાજસ્થાન (Rajasthan), તેલંગણા (Telangana) અને મિઝોરમ (Mizoram) વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર થવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘મધ્યપ્રદેશમાં સરકાર જઈ રહી છે, રાજસ્થાનમાં જઈ રહી છે, છત્તીસગઢમાં પણ જઈ રહી છે...’

જીભ લપસ્યા બાદ રાહુલે ભુલ સુધારી

રાહુલ ગાંધીએ તુરંત તેમની ભુલનો અહેસાસ થયો અને પછી કહ્યું કે, ‘હું ઊંધુ બોલી ગયો... તમે (પત્રકાર) મને ભ્રમિત રકી દીધો...’ રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેર શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેમની કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પ્રશંસા પણ કરી.

ભાજપે રાહુલ પર કર્યો કટાક્ષ

ભાજપે (BJP) રાહુલ ગાંધીની ભુલની તક ઝડપી સોશિયલ મીડિયા એક્સ પર કટાક્ષ પોસ્ટ કરતા લખ્યું કે, ‘રાહુલ ગાંધીએ સ્વિકાર કરી લીધો કે, રાજસ્થાન અને છત્તીસગઢથી જઈ રહી છે કોંગ્રેસ સરકાર.’ ભાજપના ઘણા નેતાઓ આ વીડિયો શેર કરી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પણ કટાક્ષ કરી રહ્યા છે.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે (Election Commission) આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત કરી છે. મધ્યપ્રદેશમાં 7 નવેમ્બર, છત્તીસગઢમાં બે તબક્કામાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23 નવેમ્બર, તેલંગાણા 30 નવેમ્બર અને મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.

  VIDEO : રાહુલ ગાંધીની જીભ લપસી, તો ભાજપે ઝડપી તક, રાજસ્થાન-છત્તીસગઢ ચૂંટણી પર કહી મોટી વાત 2 - image


Google NewsGoogle News